On 28-AUG-2023 : Meeting of Shree Lohana Samaj Trust Konkan Vibhag & Mumbai Zone at Virar, Hosted by Shree Samastha Lohana Mahajan Trust Virar and Shree Raghukul Yuvak Pragati Mandal Vasai

Meeting of Shree Lohana Samaj Trust Konkan Vibhag & Mumbai Zone on 28th August 2022 at Shree Jalaram Hall , Near Jalaram Temple, Near ST Stand Virar Hosted by Shree Raghukul Yuvak Pragati Mandal VASAI and Shree Samastha Lohana Mahajan Trust VIRAR
Trustees / Presidents / Secretary / commitee members/ representatives from Lohana Samaj / Mahajans of Mumbai Zone, Navi Mumbai , Mira Road, Bhayandar, Vasai , Virar, Dahanu, Thane , Uran, Neral , Kalyan , Khopoli – Pareli- Jambhulpada, Ulhasnagar-Ambarnath-Badlapur and various different locations joined the meeting which was hosted by Shree Raghukul Yuvak Pragati mandal Vasai & Shree Samastha Lohana Mahajan Virar

શ્રી લોહાણા સમાજ સંગઠન ટ્રસ્ટ કોંકણ વિભાગ ની સભા ગત રવિવાર તારીખ ૨૮ ઑગસ્ટ ૨૦૨૨ રોજે સાંજે ૫.૦૦ કલાકે શ્રી જલારામ બાપા મંદિર હોલ , વિરાર સ્થાનકે શ્રી સમસ્ત લોહાણા મહાજન વિરાર અને શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ ના પ્રમુખ શ્રી ના આમંત્રણ ને માન આપી ગોઠવવામાં આવી હતી.

સભાનું અધ્યક્ષ સ્થાન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયા એ સંભાળ્યું હતું .સભામાં પંદર મહાજન સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી કાર્યવાહી માં ભાગ લીધો હતો જેમાં નવી મુંબઈ, થાણા, ઉરણ, કલ્યાણ, ડોમ્બીવલી, નેરલ, ઉલ્હાસ નગર અંબરનાથ બદલાપુર , પનવેલ, ખપોલી પરલી જાંબુલપાડા, પાલઘર , દહાણું, મીરાંરોડ, નાલાસોપારા, વસઇ, વિરાર વિભાગ ના ઘટક મહાજનોના અને આમંત્રિત મુંબઈ હાલાઇ તથા કચ્છી મહાજનોના કુલ્લે 41 પ્રતિનિધી મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

પ્રમુખ શ્રી એ તમામ વિભાગ ના પ્રતિનિધિઓ ની હાજરી ની ગૌરવ સાથે નોંધ લઇ ઉપસ્થિત સભાસદો ને અભિનંદન આપી સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સભા પ્રાર્થના થી પ્રારંભ કરવામાં આવી હતી. પ્રમુખશ્રી એ સહુને આવકાર આપી પોતાના વક્તવ્યમાં LMP મુંબઈ સહ મહારાષ્ટ્ર ઝોન ના ગત કાર્યકાળ ઓગસ્ટ ૨૦૨૨ સુધીની કાર્યવાહી નો અહેવાલ તેમજ ઝોનના વિભાગીય મહાજનોના પ્રમુખ શ્રી અને પ્રતિનિધિઓ ની લીધેલી રૂબરૂ મુલાકાતો નો વિસ્તૃત અહેવાલ સભા સમક્ષ રજુ કર્યો હતો .

શ્રી લોહાણા સમાજ સંગઠન-કોંકણ વિભાગના માનદ્ મંત્રી શ્રીમતિ સ્વાતિબેન ઠકકરે સભાનું સંચાલન કર્યુ હતુ.

ત્યાર બાદ માનદ્ મંત્રી શ્રી એ ઉપસ્થિત પ્રતિનિધિઓ ને પોતાની ઓળખ સાથે મહાજન પ્રતિનિધિત્વ અને મહાજન દ્વારા થયેલા કાર્યક્રમોનો અહેવાલ રજુઆત કરવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે સ્થાનિક મહાજનોના કાર્યો ની જાણકારીથી અન્ય મહાજનને પ્રેરણા મળશે એટલું જ નહીં જ્ઞાતિ હિતના કાર્યો નો ફલક પણ વિસ્તરશે .

શ્રી લોહાણા સમાજ સંગઠન -કોંકણ વિભાગ ના ટ્રસ્ટીશ્રી અને ઉપઃ પ્ર.ડો, સુરેશભાઈ પોપટ, મુંબઈ હાલાઇ મહાજનના ટ્રસ્ટીશ્રી પિયૂષભાઇ ગંઠા એ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના ટ્રસ્ટી અને શ્રી લોહાણા મહાપરિષદ ના પૂર્વ માનદ્ મંત્રી શ્રી હિંમતભાઈ સોમૈયા એ કોંકણ વિભાગ સંગઠનની અને LMP મહારાષ્ટ્ર ઝોન ની પ્રવૃતિઓ ને બિરદાવી હતી અને સંગઠન ટ્રસ્ટ અને મુંબઈ મહારાષ્ટ્ર ઝોન ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયા ને અભિનંદન આપ્યા હતા અને ત્યાર બાદ સ્વ લિખિત પુસ્તકો ની નકલ બંન્ને યજમાન મહાજનો ને ભેટ રૂપે આપી હતી

ત્યારબાદ ડૉ. પ્રવિણભાઈ દૈયા(મુલુન્ડ), શ્રી તરૂણભાઇ લાલાઇ ,શ્રી મુંબઈ કચ્છી લોહાણા મહાજન માં. મંત્રીશ્રી નિતીનભાઈ પાંધી, હાલાઇ લોહાણા મહાજન મુંબઈ મા. મંત્રી શ્રી નિખિલભાઇ સુબા એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા.

શ્રી ખોપોલી લોહાણા મહાજન પ્રમુખશ્રી શૈલેષભાઈ વિઠલાણી તથા ખોપોલી લોહાણા મહાજનના ખજાનચી શ્રી રસિકભાઈ મજેઠીયા તથા ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ અભાણી એ તા.08.10.2022 ના રોજે ખોપોલી મહાજન દ્વારા આયોજિત છપ્પનભોગ અને માળા પહેરામણી મનોરથ માટે અને એક દિવસીય પિકનિક માટે ના આયોજન માટે સર્વે ને આમંત્રિત કર્યા.

ઉરણ મહાજન ટ્રસ્ટીશ્રી ચંદ્રકાંતભાઇ ઠકકરે ઉરણ સ્થાનકે એકસો અને દસ વર્ષ પ્રાચીન શ્રી રામ મંદિર ના જીર્ણોદ્ધાર અને મંદિરના પરિસરમાં શ્રી લોહાણા મહાજન વાડી નિર્માણ કાર્ય પુરૂં થઇ રહ્યાં ની વિગતવાર માહિતી આપી હતી અને તે માટે ના અનુદાન માટે સભા ને ટહેલ કરી હતી.

શ્રી કલ્યાણ મહાજન ના પ્રમુખશ્રી બીરેન ભાઈ ઠક્કર તથા મા.મંત્રી શ્રી જગદીશભાઈ ખીમાણી એ કલ્યાણ મહાજન દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ તા.11.09.2022 થી 17.09.2022 દરમ્યાન આયોજિત કરવામાં આવનાર છે તેનો લાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું અને શ્રી લોહાણા સમાજ સંગઠન-કોંકણ વિભાગ ના સથવારે શ્રી કલ્યાણ મહાજને લોહાણા બટુકો માટે સમૂહ યજ્ઞોપવિત 2023 નું આયોજન આગામી તા.26.01.2023 ના રોજે શ્રી કલ્યાણ મહાજનવાડી ખાતે આયોજિત કરવા નું નિર્ધારિત કરેલ છે જે માટે ની ઇચ્છુક બટુકો ની નામ નોંધણી કોંકણ વિભાગ ના ઘટક મહાજનો પોતપોતાના વિસ્તાર માંથી નોંધ લઈને રેજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ શ્રી સંજયભાઈ ચંદારાણા, શ્રી વિજયભાઈ પંચમઠિયા (ભાયંદર),શ્રી મનીષભાઈ કારીયા(વસઈ),શ્રી મુકેશભાઈ પુજારા -શ્રી કેતનભાઈ કાનાબાર, શ્રી જયંતીલાલભાઈ -શ્રી હિતેષભાઇ (વસઈ),શ્રીમતી ર્ડો.નયનાબેન વસાણી,શ્રી મનોજભાઇ વસાણી(મીરા રોડ),શ્રી દેવેન્દ્રભાઈ લાખાણી, શ્રી નીખિલભાઈ મજીઠીયા,શ્રી ગોવિંદભાઇ ખોડા, શ્રી વિનોદભાઈ દત્તાણી, શ્રી મુકેશભાઈ સીમરિયા, શ્રીમતિ ભાવનાબેન કાનાબાર,શ્રીમતિ ક્રિષ્નાબેન દેવાણી(વિરાર), નિખિલભાઇ ચોથાણી(નેરલ),શ્રી કેતનભાઇ ઠકકર(થાણા), શ્રી હિતેનભાઈ માણેક(થાણા),શ્રી કમલભાઇ આડતીયા, શ્રી ભાવેશભાઈ જોબનપુત્રા, શ્રી રતિભાઈ સેજપાલઃ (કલ્યાણ), દહાણુ મહાજન પ્રમુખશ્રી તેજસભાઈ પોન્ડા, શ્રી દર્શનભાઈ ઠકકર, શ્રી ભરતભાઈ ચંદન(ઉલ્હાસનગર)વિગેરે સભાસદો એ પોત પોતાના પરિચય સાથે સ્થાનિક મહાજન દ્વારા થતી પ્રવૃતિઓ ના અહેવાલો સભા સમક્ષ રજુ કર્યાં હતાં. યજમાન મહાજનશ્રી સમસ્ત લોહાણા મહાજન વિરાર અને શ્રી રઘુકુલ પ્રગતિ મંડળ વસઈ ના પદાધિકારીઑ એ પધારેલા સર્વે મહાજનોના પ્રતિનિધિઑ નો પુષ્પગુચ્છો થી અભિવાદન કયુઁ હતું.

સભા વિરામ પહેલા સર્વે એ સમસ્ત લોહાણા મહાજન વિરાર અને શ્રી રઘુકુલ પ્રગતિ મંડળ વસઈના આ સભા આયોજન માટે આભાર સાથે અભિનંદન ની લાગણી વ્યક્ત કરી હતી.

સભાની કાર્યવાહી ત્રણ કલાક ચાલી હતી ત્યારબાદ યજમાન મહાજન દ્વારા આયોજીત ભોજન પ્રસાદ નો સહુ એ રસાસ્વાદ માણ્યો હતો.

– જય રઘુવંશ-

Search

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *