Konkan Cricket 2023 – Organised on 22nd January 2023 at Chatrapati Shivaji Maharaj Kridangan – Kon Village , Thane – 13 Mahajans of Konkan vibhag participated with 10 Teams
Participated Teams (1) Halai Lohana Foundation, Thane (2) Shree Lohana Samaj Navi Mumbai (3) Shree Dombivali Lohana Samaj (4) Shree Kalyan Lohana Mahajan (5) Shree Panvel Lohana Mahajan (6) Shree Khopoli Pareli Jambhulpada Lohana Mahajan (7) Shree Samastha Lohana Mahajan Bhiwandi (8) Shree Uran Lohana Mahajan (9) Shree Lohana Samaj Ulhasnagar-Ambarnath-Badlapur + Shree Neral Lohana Mahajan (10) HLM Strickers – Mira to Virar Zone
LMP મહારાષ્ટ્ર ઝોન- કોંકણ વિભાગ અને યજમાન મહાજન હાલાઈ લોહાણા ફાઉન્ડેશન થાણા સંયુક્ત ઉપક્રમે તારીખ 22મી જાન્યુઆરી 2023 રોજે એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન છત્રપતિ શિવાજી મહારાજ ક્રીડાંગણ – કોન-કલ્યાણ રમણીય પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું..
આ ટુર્નામેન્ટમાં કોંકણ વિભાગના તેર મહાજનો ની દસ ટીમ વચ્ચે ક્રિકેટ મેચ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે 8.30 કલાકે શ્રી લોહાણા મહાપરિષદના મહારાષ્ટ્ર ઝોનલ પ્રેસીડેન્ટ અને શ્રી લોહાણા સમાજ(સંગઠન)ટ્રસ્ટ- કોંકણ વિભાગીય પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા , મહારાષ્ટ્ર ઝોનલ સેક્રેટરી શ્રી હર્ષદભાઈ મણિધર ,કોંકણ વિભાગ ના સેક્રેટરી શ્રીમતી સ્વાતિબેન ઠક્કર , જોઈન્ટ સેક્રેટરી શ્રી કેયુરભાઈ ઠક્કર . કોંકણ વિભાગ – સહ યજમાન શ્રી હાલાઇ લોહાણા ફોઉન્ડેશનના પ્રમુખ શ્રી કેતનભાઈ પ્રતાપભાઈ ઠક્કર , શ્રી વિનીતભાઈ ઠક્કર , હિતેનભાઈ માણેક , શ્રી સનતભાઇ માણેક અને અન્ય હાલાઇ લોહાણા ફોઉન્ડેશન થાણે – ટ્રસ્ટ ના કમિટી મેમ્બર્સ, શ્રી થાણે હાલાઇ લોહાણા મહાજન પ્રમુખ શ્રી મહેશભાઈ ઠક્કર તથા કોંકણ વિભાગ ના ઘટક મહાજનો ના પ્રમુખશ્રીઑ ના હસ્તે દીપ પ્રાગટ્ય અને ટોસ ઉછાળી સર્વે મહાનુભાવો ની હાજરી માં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો.ઘટક મહાજનો ના પ્રમુખશ્રીઑ, પદાધિકારીઑ, શ્રી લોહાણા મહાપરિષદના વિભાગીય પ્રમુખશ્રી, પદાધિકારીઑ, 13 મહાજનો ના ક્રિકેટ ખેલાડીઓ અને ક્રિકેટ રસીકો ની 350 જ્ણ ની માનવ મેદની થી કોન -કલ્યાણ નો મેદાન ભરાયેલો હતો.
શ્રી લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી, LMP રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા શ્રીમતિ રશ્મિબેન વિઠલાણી, શ્રી મહારાષ્ટ્ર ઝોનલના પ્રમુખ શ્રી ઘર્મેન્દ્રભાઈ કારિયા,LMP મા. મંત્રી ડો.શ્રી સુરેશભાઈ પોપટ , મહારાષ્ટ્ર ઝોનલ સેક્રેટરી શ્રી હર્ષદભાઈ મણિધર, પુનાથી ખાસ પધારેલા LMP પશ્ચિમ મહા. વિભાગીય અધ્યક્ષ શ્રી ધીરજભાઈ રાજા,પશ્ચિમ મહારાષ્ટ્ર રિજનલ સેક્રેટરી શ્રી રાજેશભાઈ મદલાણી, શ્રી પુના લોહાણા મહાજન પ્રમુખશ્રી દિલીપભાઈ કોટક , splm સેક્રેટરી શ્રી ધવલભાઈ પરમાણી, શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ ના સેક્રેટરી શ્રી નીતિનભાઈ પાંધી , સેન્ટ્રલ મુંબઈ રિજન ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ દૈયા , શ્રી વિનોદભાઈ તન્ના (પૂના ) , શ્રી સુમિતભાઈ દાસની (પૂના) અને વિજેતા ટીમો ને પ્રોત્સાહન માટે પધારેલા મહેમાનોના વરદ હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.અન્ય પધારેલા મહેમાનોમાં કોંકણ વિભાગ ના ઘટક મહાજનોથી શ્રી થાણા હાલાઇ લોહાણા મહાજન પ્રમુખ શ્રી મહેશભાઈ ઠક્કર અને પદાધિકારીઑ , હાલાઇ લોહાણા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી કેતનભાઈ ઠક્કર અને કમિટી મેમ્બર્સ , શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના પ્રમુખ શ્રી તરુણભાઇ કોટક – કમિટી મેમ્બર્સ,શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી માધવજીભાઈ ઠક્કર અને કમિટી મેમ્બર્સ, શ્રી કલ્યાણ લોહાણા મહાજનના પ્રમુખશ્રી બિરેનભાઈ ઠક્કર અને કમિટી મેમ્બર્સ,શ્રી પનવેલ લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી સુજાતાબેન ઠક્કર , શ્રી ભાવિનભાઈ ઠક્કર અને કમિટી મેમ્બર્સ , શ્રી ખોપોલી – પરલી -જાંભુલપાડા લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી શૈલેષભાઇ વિઠલાણી, શ્રી અભયભાઈ તન્ના અને કમિટી મેમ્બર્સ , શ્રી સમસ્ત લોહાણા મહાજન ભિંવડીના ટ્રસ્ટી શ્રી પ્રદિપભાઇ રુઘાની અને કમિટી મેમ્બર્સ, શ્રી ઉરણ લોહાણા મહાજનના પ્રમુખ શ્રીમતી સ્વાતિબેન ઠક્કર ,પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ્ભાઇ ઠક્કર, કોંકણ વિભાગ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાન્તભાઈ ઠક્કર ( ઉરણ ) , અને કમિટી મેમ્બર્સ, શ્રી લોહાણા સમાજ ઉલ્હાસનગર અમ્બરનાથ બદલાપૂર પ્રમુખ શ્રી તરુણભાઇ લાલાઈ અને શ્રી ભરતભાઈ ચંદન , એચ એલ એમ સ્ટ્રાઈકર ટીમ મીરા રોડ – વિરાર વિભાગ ના પ્રતિનિધિ શ્રી અદિત સંજયભાઈ ચંદારાણા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પધારેલ મહાજનના પ્રમુખશ્રી અને અન્ય મહેમાનો નું સ્વાગત શૉલ , બુકે , શ્રીફળ અને સ્મૃતિચિહ્ન થી કરવામાં આવ્યું હતું .મેચની વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવા પધારેલા LMP પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણી , LMP મહિલા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન વિઠલાણી , LMP મહારાષ્ટ્ર ઝોનલ પ્રેસિડેન્ટ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા , LMP મહારાષ્ટ્ર ઝોનલ સેક્રેટરી શ્રી હર્ષદભાઈ મણિધર , પશ્ચિમ મહારાષ્ટ્ર રિજનલ પ્રમુખ શ્રી ધીરજભાઈ રાજા ( પૂના ) , પશ્ચિમ મહારાષ્ટ્ર રિજનલ સેક્રેટરી શ્રી રાજેશભાઈ મદલાની ( પૂના ), LMP સેન્ટ્રલ મુંબઈ રિજનલ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ દૈયા , શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ સેક્રેટરી શ્રી નીતિનભાઈ પાંધી , અને LMP કોંકણ વિભાગ ના મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.
બપોરે 3 કલાકે તેજ સ્થળે કોંકણ વિભાગ ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 13 ઘટક મહાજનો અને આમંત્રિત મહાનુભાવો સહીત 70 સભ્યો ની હાજરી વચ્ચે ઘટક મહાજનો ના પ્રતિનિધિઓ એ પોતપોતાના મહાજનો સમાજલક્ષી કાર્યો ની સમજ આપી અને Lmp ના વિવિધ સમિતિ અધ્યક્ષ મહોદયશ્રીઓ એ લોહાણા મહાપરિષદ ની યોજનાઑ ની માહિતી પ્રદાન કરી હતી…
… ત્યારબાદ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાને વિજેતા રહેલ કલ્યાણ મહાજન ની ટીમ અને દ્વિતીય સ્થાને રનર અપ રહેલ હાલાઈ લોહાણા ફાઉન્ડેશન થાણા ટીમને ટ્રોફીઓ આપી આદરભાવ સાથે સત્કારવા માં આવી હતી.
સવારે 8 કલાકે થી સાંજે 7 કલાક સુધી ચા ,કોફી , નાસ્તો , ભોજનનો , હાઈ- ટી નો સહુ એ રસાસ્વાદ માણ્યો હતો , યજમાન શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ ( સંગઠન ), સહ-યજમાન હાલાઇ લોહાણા ફાઉન્ડેશન થાણા ને કોંકણ ક્રિકેટ 2023 ના આયોજન માટે આભાર સાથે અભિનંદન ની લાગણી વ્યક્ત કરી હતી.
🙏🏻 જય જલારામ જય રઘુવંશમ 🌷🙏🏻
No Responses