તારીખ : ૧૧/૦૬/૨૦૨૩ રવિવાર રોજ સવારે ૦૮.૩૦ વાગ્યાથી શ્રી લોહાણા સમાજ સંગઠન ટ્રસ્ટ કોકણ વિભાગ, તથા શ્રી કલ્યાણ લોહાણા મહાજન દ્વારા Konkan Indoor Game ૨૦૨૩ નું શ્રી કલ્યાણ લોહાણા મહાજનવાડી ખાતે આયોજન્ કરવામાં આવ્યું હતું
ઈન્ડોર્ ગેમ(રમત ગમત) ની સાથે થેલેસેમિયા કેમ્પ(આરોગ્ય), નોટબુક વિતરણ ( શિક્ષણ) એમ ત્રિવેણી સંગમ પુરા દિવસના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રઘુવંશી પ્રાર્થના સાથે ખુબ જ સુંદર રીતે કરવામા આવી.
Konkan indoor 2023 આ રમતોત્સવમાં LMP મહારાષ્ટ્ર ઝોન તથા શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા (મુખ્ય સ્પોન્સર ) , શ્રી કલ્યાણ લોહાણા મહાજન પ્રમુખ શ્રી બિરેનભાઈ ઠક્કર, મહારાષ્ટ્ર ઝોનલ સેક્રેટરી શ્રી હર્ષદભાઈ મણીધર, શ્રી કલ્યાણ લોહાણા મહાજન મંત્રી શ્રી જગદીશભાઈ ખીમાણી , સહ મંત્રી શ્રી વિનોદભાઈ સૂચક,શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ (સંગઠન) કોંકણ વિભાગ ના મંત્રી શ્રીમતી સ્વાતિબેન ઠક્કર(ઉરણ), સહ મંત્રી શ્રી કેયુરભાઈ ઠક્કર(પનવેલ) , કોંકણ વિભાગ ટ્રસ્ટી શ્રી જયેશભાઈ કારિયા(કલ્યાણ) ,શ્રી ચંદ્રકાન્તભાઈ ઠક્કર(ઉરણ) સંયોજક શ્રી ભરતભાઈ ચંદન(ઉલ્હાસ નગર) , શ્રી લોહાણા સમાજ ડોમ્બિવલી ના મહામંત્રી શ્રી પ્રમોદભાઈ પુંજાણી, શ્રી કલ્યાણ લોહાણા મહાજન પદાધિકારી શ્રી કમલભાઈ આડતીયા, યુવા સમિતિ ના પ્રમુખ્ માનવ રાજા, ભાવિક રાજાની(પ્રોજેક્ટ ચેરમન), શુશાંત્ કારિયા તથા મહિલા સદસ્યો અને કોંકણ વિભાગ ના 9 (નવ) ઘટક મહાજનો ના સ્પર્ધકો સર્વે મળીને 250 થી વધુ જ્ઞાતિજનોની હાજરી રહી હતી. કોંકણ વિભાગ તથા કલ્યાણ મહાજન ના જ્ઞાતિવરિષ્ઠો ના વરદ હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.
બપોરે ૪ કલાકે તેજ સ્થળે કોંકણ વિભાગ ની એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘટક મહાજનો અને આમંત્રિત મહાનુભાવો સહીત 29 સભ્યો ની હાજરી વચ્ચે ઘટક મહાજનો ના પ્રતિનિધિઓ એ પોતપોતાના મહાજનો સમાજલક્ષી કાર્યો ની સમજ આપી.
સવારે 8.30 કલાકે થી સાંજે 7 કલાક સુધી ચા ,કોફી , નાસ્તો , ભોજનનો , હાઈ- ટી નો સહુ એ રસાસ્વાદ માણ્યો હતો , યજમાન શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ ( સંગઠન ), સહ-યજમાન શ્રી કલ્યાણ લોહાણા મહાજન , મુખ્ય સ્પોન્સર શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયાને કોંકણ ઇન્ડોર ગેમ્સ 2023 ના આયોજન માટે આભાર સાથે અભિનંદન ની લાગણી વ્યક્ત કરી હતી.
— 🙏🏻 જય રઘુવંશ-જય જલારામ 🙏🏻
No Responses