20 Jun 2023-Shree Satyanarayan Mahapooja at Renovated Raghuvanshi Hall at Shree Thana Halai Lohana Mahajan Trust

શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ (સંગઠન) કોંકણ વિભાગ ના ઘટક મહાજન, શ્રી થાણા હાલાઇ લોહાણા મહાજન ટ્રસ્ટ, થાણા દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની મહાપૂજાનું ભવ્ય આયોજન તા. ૨૦/૦૬/૨૦૨૩ના કરવામાં આવેલ હતું.
આ મહાપૂજાનું આયોજન થાણા હાલાઇ લોહાણા મહાજનવાડી ના  પુનઃનિર્માણ થયેલ  વાતનુકૂલિત  અને અત્યંત આધુનિક “રઘુવંશી હોલ”  ખાતે કરવામાં આવ્યું હતું.
આ શ્રી સત્યનારાયણ  મહાપૂજાના દર્શનનો લાભ લેવા આપણા મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી શ્રી એકનાથજી શિંદેસાહેબ એમના વ્યસ્ત શેડ્યુલ માંથી પણ ખાસ સમય કાઢી ને આવ્યા હતા  જે થાણા હાલાઇ લોહાણા મહાજન ટ્રસ્ટીશ્રીઓના આપસી સંબધોના તાદૃશ દર્શન થયા તે માટે આપણે રઘુવંશી લોહાણા ગર્વની અને ગૌરવ ની અનુભૂતિ થઈ .
આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવક,નગરસેવિકા, આમદાર, ખાસદાર તથા અન્ય મહાનુભાવોની હાજરી પણ ઉલ્લેખનીય હતી.
સંપૂર્ણ કાર્યક્રમનું સૂત્ર સંચાલન શ્રીમતી વાસંતીબેન ગોકાણી દ્વારા  કરવામાં આવ્યું હતું. તે સાથે વાસંતીબેન દ્વારા સ્વનિર્મિત શિંદેજીનું હસ્ત ચિત્ર પણ આ સમારોહ મા મુખ્યમંત્રીજીને અર્પણ કરવમાં આવ્યું હતુ.
સુમધુર ગુજરાતી હિન્દી ગીત સંગીતના આનંદદાયક વાતવરણ   ભરપુર એવા આ કાર્યક્રમમાં શ્રી થાણા હાલાઇ લોહાણા મહાજન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી મહેશભાઈ ઠક્કરના તથા હાલાઇ લોહાણા ફાઉન્ડેશનના પ્રમુખ અને શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ (સંગઠન) કોંકણ વિભાગના ટ્રસ્ટી શ્રી કેતનભાઈ ઠક્કરના સ્નેહપૂર્વક આગ્રહભર્યા આમંત્રણને માન આપીને શ્રી લોહાણા મહાપરીષદના મા. મંત્રી તથા કોંકણ વિભાગના ટ્રસ્ટી ડૉ. શ્રી સુરેશભાઈ પોપટ,  LMP મહારાષ્ટ્ર ઝોનના તથા શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ(સંગઠન) કોંકણ વિભાગના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા, LMP મહારાષ્ટ્ર ઝોનલ મંત્રી  શ્રી હર્ષદભાઈ મણીધર,શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ (સંગઠન) કોંકણ વિભાગના ટ્રસ્ટી શ્રી અભયભાઈ તન્ના,(ખોપોલી) શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ (સંગઠન) કોંકણ વિભાગના સહમંત્રી શ્રી કેયુરભાઈ પોપટ(પનવેલ), વિરાર મહાજન પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ખોડા, ડોમ્બીવલી મહાજન પ્રમુખ શ્રી માધવજીભાઈ ઠક્કર, મા. મંત્રી શ્રી પ્રમોદભાઈ પુંજાણી, ડોમ્બીવલી મહિલા સમિતિ ઉપ-પ્રમુખ શ્રીમતી દિપ્તીબેન પલણ, હાલાઈ લોહાણા મહાજન મુંબઈના ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન ઠક્કર, શ્રીમતી પ્રજ્ઞાબેન્ મોરજરિયા તથા શ્રી મહેશભાઈ સામાણીએ રાત્રે 11.30 સુધી હાજરી આપી અને અષાઢી બીજ ઉત્સવ નો ભોજન પ્રસાદ લઈ સસ્નેહ આનંદ અને આભાર ની લાગણી સાથે છુટા પડ્યા.
આ ભવ્ય દિવ્ય ધાર્મિક, સામાજિક અને સંગીતમય કાર્યક્રમને સફળ બનાવવા માટે
શ્રી થાણા હાલાઇ લોહાણા મહાજન ટ્રસ્ટ, થાણાના પ્રમુખ શ્રી મહેશભાઈ ઠક્કર અને ટીમ
તથા  હાલાઇ લોહાણા ફાઉન્ડેશનના પ્રમુખ તથા શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ (સંગઠન) કોંકણ વિભાગના ટ્રસ્ટી શ્રી કેતનભાઈ ઠક્કર અને ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ. આપ સૌના અથાગ પરિશ્રમ અને અવિરત મહેનતના કારણે જ આ ઉત્તમ કાર્યક્રમ સર્વોત્તમ થયો છે.
શ્રી થાણા હાલાઇ લોહાણા મહાજન ના ટ્રસ્ટી મહાનુભાવો શ્રી રાકેશભાઈ ઠક્કર, શ્રી દીપકભાઈ ઠક્કર, શ્રી રસીકભાઇ ઠક્કર, પ્રશાંતભાઈ ઠક્કર  અને  થાણા હાલાઇ લોહાણા ફોઉન્ડેશનના ઉપ પ્રમુખ શ્રી સનતભાઈ માણેક, મા મંત્રી શ્રી વિનીતભાઈ ઠક્કર, ખજાનચી શ્રી હિતેનભાઈ માણેક અને સહકાર્યકરોને હાર્દિક અભિનંદન અને સલામ
🙏🏻જય જલારામ-જય રઘુવંશ🙏🏻
શ્રી લોહાણા સમાજ (ટ્રસ્ટ) સંગઠન કોંકણ વિભાગ વતીથી
શ્રીમતી સ્વાતિબેન ઠક્કર (મા મંત્રી)
શ્રી કેયુરભાઈ પોપટ (સહમંત્રી)
Search

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *