:–અહેવાલ –:
—સામાન્ય નાગરિક અને જ્ઞાતિજનો માટે ઉપયોગી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી સભર વેબિનાર—
`
જય જલારામ,
`
સરકારી યોજનાઓ જરૂરિયાતમંદ નાગરિકો અને જ્ઞાતિજનો માટે જ નહિ પરંતુ દેશના દરેક વ્યક્તિ માટે દરેક વર્ગ માટે હોય છે પરંતુ પૂર્ણ જાણકારીના અભાવે ઉપયોગી યોજનાઑ નો લાભ સામાન્ય માણસ લઇ શકતો નથી અને તેથી જ આ જાણકારી સમસ્ત જ્ઞાતિજન સુધી પહોચાડવાના ઉદ્દેશથી, શ્રી લોહાણા મહાપરીષદ મહારાષ્ટ્ર ઝોન તથા મુંબઈ ઝોન દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી પ્રદાન કરતુ ઓનલાઇન વેબિનારનું આયોજન રવિવાર તારીખ ૧૬/૦૭/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે કરવામાં આવ્યો હતો.
`
સળંગ બે કલાકના આ સમાજ ઉપયોગી વેબિનારમાં ૧૭૫ થી પણ વધુ જ્ઞાતિજનોએ લાભ લીધેલ હતો.
LMP મહારાષ્ટ્ર ઝોનલ મંત્રીશ્રી હર્ષદ મણીધર દ્વારા શ્રીરઘુકુળ પ્રાર્થનાથી આ વેબિનારની શુભ શરૂઆત કરવામાં આવી. તેમણે વેબિનારમાં હાજર રહેલ સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું.ત્યારબાદ Lmp મહિલા અધ્યક્ષા શ્રીમતિ રશ્મિબેન,Lmp મહારાષ્ટ્ર-મુંબઈ ઝોનલ અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા, શ્રી પિયુષભાઇ ગંઠા, વરિષ્ઠ ઉ.પ્ર. જીતેન્દ્રભાઈ ઠકકર,ર્ડો.શ્રીપ્રવીણભાઈ દૈયા, CAશ્રી યોગેશભાઈ ઠક્કરે હાજર રહેલ સર્વે ને સંબોધન કરી ટીમ ને પ્રોત્સાહિત કર્યા.
.
મુખ્ય વક્તા ડૉ. નયનાબેન વસાણીનો સંક્ષિપ્ત પરિચય શ્રીમતી સ્વાતિબેન ઠક્કર દ્વારા આપવામાં આવ્યો હતો. ડૉ. નયનાબેન દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારની મહત્વ ની ૪ યોજનાઑ
(૧) મહાત્મા જ્યોતિરાવ ફુલે જન આરોગ્ય યોજના (રાજ્ય સરકાર)
(૨) આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (કેન્દ્ર સરકાર)
(૩) પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજના (કેન્દ્ર સરકાર)
(૪) પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (કેન્દ્ર સરકાર)
વિષે ખુબ જ સરળ અને સુંદર વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને હાજર રહેલા સમાજ ના મોવડીઓએ આ યોજનાઓ જ્ઞાતિજનો સુધી પહોંચાડવા સૂચન કયુઁ.
શ્રી કેયુરભાઈ પોપટ(ઠક્કર) દ્વારા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની મળીને સાધારણ ૩૫૦+ યોજનાઓની માહિતી સાથે મહારાષ્ટ્રની હોસ્પિટલ લિસ્ટની માહિતી આપતી pdf ફાઈલની સાથે તેની રજુઆત કરી જાણકારી આપવામાં આવી હતી તથા વેબિનાર બાદ જ્ઞાતિજનો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોની રજૂઆત ડૉ. નયનાબેન વસાણી સમક્ષ રાખી હતી.
.
કોંકણ વિભાગની વેબસાઈટ અંગેની માહિતી અને નાસિકથી જોડાયેલ શ્રીસંદીપભાઈ કુયટે સાહેબનો પરિચય શ્રી ભરતભાઈ ચંદને આપ્યો હતો. શ્રી સંદીપભાઈ કુયટે કે જેઓ વિવિધ સરકારી -ચેરિટેબલ સંસ્થાન સાથે સંકળાયેલ છે તેઓ દ્વારા સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જયારે પણ જરૂરી હોય ત્યારે આપણે એમનો સંપર્ક અને સલાહ મેળવી શકીશું.
.
આ ઓનલાઈન વેબીનારમાં માતૃસંસ્થા શ્રીલોહાણા મહાપરીષદના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સતીશભાઈ વિઠલાણી, LMP વરિષ્ઠ ઉ.પ્ર. શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર(નાસિક), LMP મા. મંત્રી ડૉ. શ્રીસુરેશભાઈ પોપટ, LMP ખજાનચી શ્રી યોગેશભાઈ ઠક્કર, LMP મહારાષ્ટ્ર ઝોનલ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા, LMP મુંબઈ ઝોનલ પ્રમુખ શ્રી પીયુષભાઈ ગંઠા, મહારાષ્ટ્ર તથા મુંબઈ ઝોન મહિલા અઘ્યક્ષા શ્રીમતિ જ્યોતિબેન ઠક્કર, LMP મહારાષ્ટ્ર ઝોનલ ઉ.પ્ર. શ્રી બીપીનભાઈ બાટવીયા (નાસિક), LMP વિદર્ભ ઝોનલ અધ્યક્ષશ્રી નિલેશભાઈ ગઢીયા(નાગપુર),મહારાષ્ટ્ર ઝોનલ મંત્રીશ્રી હર્ષદ મણીધર, મુંબઈ ઝોનલ મંત્રી શ્રી સંજયભાઈ ચંદારાણા, સેન્ટ્રલ મુંબઈ રીજનલ પ્રમુખ ડૉ. શ્રીપ્રવીણભાઈ દૈયા, વેસ્ટર્ન મુંબઈ રીજનલ પ્રમુખશ્રી દેવેન્દ્રભાઈ સોમૈયા, વેસ્ટર્ન મહારાષ્ટ્ર રીજનલ પ્રમુખ શ્રી ધીરુભાઈ રાજા(પુના), કોંકણ મહારાષ્ટ્ર રીજનલ પ્રમુખશ્રી તરુણભાઈ લાલાઈ, ઉત્તર મહારાષ્ટ્ર રીજનલ પ્રમુખ શ્રી જયેશભાઈ ઠક્કર(નાસિક),શ્રી અમીષભાઇ જોબનપુત્રા (નાસિક),મરાઠવાડા મહારાષ્ટ્ર રીજનલ પ્રમુખશ્રી હેમંતભાઈ ઠક્કર, શ્રી યોગેશભાઈ ઠકકર (જાલના), શ્રી હિમ્મતભાઈ સોમૈયા, શ્રી ભરતભાઈ સેજપાલઃ શ્રીમતી ભાવનાબેન કેસરિયા, શ્રીમતિ શિલ્પાબેન કારિયા,શ્રી તરુણભાઈ કોટક, શ્રીમતી અરુણાબેન, પ્રીતીબેન સોમૈયા, આશાબેન મણીધર (નવી મુંબઈ)શ્રી નીતિનભાઈ પાંધી(મુંબઈ), શ્રીશૈલેષભાઇ વિઠ્ઠલાણી,અભયભાઈ તન્ના, શ્રીમતી શિલ્પાબેન તન્ના, શ્રી (ખોપોલી), શ્રી બિરેનભાઈ ઠક્કર (કલ્યાણ), શ્રી પ્રમોદભાઈ પુંજાણી,શ્રીમતિ રીટાબેન (ડોમ્બીવલી), શ્રી સંજયભાઈ માધવાણી(નેરલ) , શ્રી રમેશભાઈ ગઢિયા(LMP),શ્રી ચિંતનભાઇ વસાણી, શ્રીમતી સ્વાતિબેન ઠક્કર, શ્રી વિક્રમભાઈ ઠકકર(ઉરણ),શ્રી કેયુરભાઈ પોપટ(ઠકકર)(પનવેલ), શ્રી ભરતભાઈ ચંદન (ઉલ્લાસનગર), અન્ય ઘટક મહાજન પ્રમુખશ્રીઓ, પદાધિકારીઑ સર્વે મળીને 175 થી વધુ પ્રતિનિધિઑ હાજર રહ્યા હતા.
.
શ્રી ધર્મેન્દ્રભાઇ કારિયા એ જ્ઞાતિ પ્રમુખશ્રી અને પદાધિકારીઑ ને વિનંતી સાથે જણાવ્યું કે ઉપર જણાવેલ સરકારી યોજનાનો લાભ સમાજ ના દરેક જ્ઞાતિજનો સુધી પહોંચાડવી -સમજ આપવી , નાગરિકોને વધુ સારું ભવિષ્ય પ્રદાન કરવામાં મદદ કરે, સામાજિક રીતે કે આર્થિક રીતે જરૂરિયાતમંદ એવા નાગરિકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં મદદ કરે.
.
આવા અતિ ઉપયોગી વેબીનારનું આયોજન કરવા બદ્દલ તમામ જ્ઞાતિજનોએ મહારાષ્ટ્ર ઝોનલ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા તથા મુંબઈ ઝોનલ પ્રમુખ શ્રી પીયુષભાઇ ગંઠા તથા પૂર્ણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
.
જય રઘુવંશ – જય મહાપરીષ
No Responses