જય જલારામ ,
તારીખ 20/08/2023 ના રોજ શ્રી હાલાઈ લોહાણા મહાજન તથા શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમ ટ્રસ્ટના પ્રેમપૂર્વક આગ્રહને માન આપીને શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) – કોંકણ વિભાગની ઘટક મહાજન ના પ્રતિનિધિઓ ની સામાન્ય સભાનું આયોજન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા ના નેતૃત્વ હેઠળ શ્રી હાલાઈ બાળાશ્રમ ટ્રસ્ટ કાંદિવાલી ખાતે કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સભામાં સૌ પ્રથમવાર શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) – કોંકણ વિભાગ, lmp મહારાષ્ટ્ર ઝોન, તથા lmp મુંબઈ ઝોન આ Lmp ના ત્રણ લોહાણા ઘટકોનો એક અદ્વિતીય , અદભૂત અને ક્વચિત થાય એવો સંગમ જોવા મળ્યો ,અને તે ઉપરાંત સભામાં શ્રી લોહાણા મહાપરિષદની મુખ્ય શૈક્ષણિક અને આરોગ્ય સમિતિઓ ના મહાનુભવો હાજરી થી 11 થી વધુ ઘટક મહાજન ના 50 થી વધુ હાજર રહેલા પ્રતિનિધિઓકે ને નવી દિશા અને સૂચનો મળ્યા.
.
યજમાન શ્રી હાલાઈ લોહાણા મહાજન તથા શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમ ટ્રસ્ટના સમસ્ત પદાધિકારીઓનો પ્રેમભર્યો આવકાર, સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન, સુંદર આયોજન આ ત્રિવેણી સંગમનો અનુભવ સર્વે હાજર સભાસદોએ કર્યો .
.
સભાનું સંચાલન શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) – કોંકણ વિભાગ ના માં. મંત્રી શ્રીમતી સ્વાતીબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ શ્રી લોહાણા મહાપરિષદ માં. મંત્રી ડો. શ્રી સુરેશભાઇ પોપટ, LMP મહારાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા, LMP મુંબઈ ઝોન ના પ્રમુખ શ્રી પીયૂષભાઈ ગંઠા, શ્રી લોહાણા મહાપરિષદ ના મેડિકલ વિભાગ અધ્યક્ષ ડો. શ્રી પ્રવીણભાઈ દૈયા તથા શ્રી લોહાણા મહાપરિષદના શિક્ષણ વિભાગ અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ સોમૈયા ને મંચસ્થ થવા માટે આમંત્રિત કર્યા બાદ સભાની શરૂઆત રઘુવંશી પ્રાર્થના સાથે કરવામાં આવી ત્યારબાદ છેલ્લા બેન મહિનાઓ દરમ્યાન રામશરણ પામેલા જ્ઞાતિજનોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી.
.
યજમાન શ્રી હાલાઈ લોહાણા મહાજન તથા શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમ ટ્રસ્ટના પદાધિકારીઓ શ્રી નિખિલભાઈ સુબા, શ્રી રાજેશભાઇ ગણાત્રા, શ્રી મહેશભાઇ સામાણી, શ્રી વિનોદભાઇ શીંગાળા દ્વારા વ્યાસપીઠ પર વિરાજમાન સમસ્ત મહાનુભાવ તથા હાજર સર્વે ઘટક મહાજન પ્રતિનિધિઓને પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું.
.
કોઈ પણ સભાને જ્યારે ટેકનોલોજી નો સાથ મળે ત્યારે એ સભાને માણવાનો આનંદ બમણો થઈ જાય છે. શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) – કોંકણ વિભાગના સહમંત્રી શ્રી કેયૂરભાઈ પોપટ દ્વારા પ્રોજેકટર પર સભાની કાર્યવાહી રજૂ કરવામાં આવી હતી. જ્યારે શ્રી કેયૂરભાઈએ મહારષ્ટ ઝોન, મુંબઈ ઝોન સહિત ઘટક મહાજનો દ્વારા ગત સમયમાં થયેલ કાર્યોની રજૂઆત બોલિવૂડના મૂવી તથા હીરો સાથે તુલનાત્મક રીતે રજૂ કરી તેનાથી સભામાં હાજર પ્રત્યેકના ચહેરા પર હાસ્યની લહેર પ્રસરી અને વાતાવરણ હલકું ફૂલકું રહ્યું.
.
સભાને આગળ વધારતા શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) – કોંકણ વિભાગના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયાએ lmp મહારાષ્ટ્ર ઝોન તથા મુંબઈ ઝોન દ્વારા આગામી કાર્યક્રમ ઓનલાઈન વેબીનાર ઓન સક્સેસફૂલ પેરેન્ટિંગ (શ્રી પરિક્ષિત જોબનપુત્રા) વિષેની માહિતી સભાને આપી
.
અને સાથે સાથે ગત સમયમાં LMP મહારાષ્ટ્ર ઝોન તથા મુંબઈ ઝોનદ્વારા આયોજિત વેબીનાર સરકારી યોજના વિષે માહિતીની સફળતા માટે સૌ ઘટક મહાજનોનો અને ખાસ કરીને વેબીનારના મુખ્ય વક્તા શ્રીમતી નયનાબેન વસાણીનો ખરા મનથી આભાર માન્યો. ત્યારબાદ શ્રીમતી નયનાબેન વસાણીએ સરકારી યોજના વિષે ફરી એક વાર સભાને સંક્ષિપ્ત માં સમજ આપી, આવેલ પ્રશ્નોનું નિરાકરણ કર્યું અને દરેક મહાજન પ્રતિનિધિઓને ખાતરી આપી કે સરકારી યોજના વિષે સમાજને જ્યારે પણ જરૂર હોય તેઓ તેમનો સંપર્ક કરી શકે છે અને છેલ્લે મંચસ્થ સર્વે મહાનુભાવો નો આભાર માન્યો .
.
શ્રી લોહાણા મહાપરિષદના માનદ મંત્રી ડો. શ્રી સુરેશભાઇ પોપટ,LMP શિક્ષણ વિભાગ અધ્યક્ષ શ્રી દેવેન્દ્રભાઈ સોમૈયા તથા LMP મેડિકલ વિભાગ અધ્યક્ષ શ્રી ડો. પ્રવીણભાઈ દૈયાએ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા મેડિકલ સહાય તથા શિક્ષણ સહાય વિષે ની માહિતી સભાને આપી તથા સભા માં ઉપસ્થિત ઘટક મહાજન પ્રતિનિધિઓ દ્વારા પૂછાયેલ પ્રશ્નોના સંતોષજનક ઉત્તરો આપ્યા. આ વિસ્તારપૂર્વક થયેલ ચર્ચા થી ઘટક મહાજનોને ઘણી માહિતી મળી.
.
સભા દરમ્યાન શ્રી પીયૂષભાઈ ગંઠા દ્વારા શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમ ટ્રસ્ટમાં થનાર પ્રત્યેક કાર્ય વિષેની જીણવટભરી વિસ્તૃત માહિતી સભાસદોને આપવામાં આવી. બાળાશ્રમમાં આવનાર વિદ્યાર્થીના રહેવાથી માંડીને તેના ભણવા સુધીની સપૂર્ણ પ્રક્રિયા થી થી સભાને અવગત કરવામાં આવ્યા.આપણા જ્ઞાતિજનો માટે આટલું ભગીરથ કાર્ય આટલા વર્ષોથી જે રીતે શ્રી હાલાઈ લોહાણા મહાજન તથા શ્રી હાલાઈ લોહાણા બાળાશ્રમ ટ્રસ્ટ ના દ્વારા કરવામાં આવે છે એ જાણીને સભાએ આદરની લાગણી અનુભવી, અને સર્વે સભાસદોએ ડો. શ્રી સુરેશભાઇ પોપટ, શ્રી પીયૂષભાઈ ગંઠા તથા સમસ્ત પદાધિકારીઓનો તાળીઓથી પોતાની લાગણી વ્યક્ત કરી
.
શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) – કોંકણ વિભાગના સંયોજક શ્રી ભરતભાઇ ચંદન દ્વારા કોંકણ વિભાગની વેબસાઇટ તથા વેબસાઇટમાં સરકારી યોજના વિષેની માહિતી સભાને આપવામાં આવી.
.
આજ ની સભામાં યજમાન તથા શ્રી લોહાણા મહાપરિષદ, LMP મહારાષ્ટ્ર ઝોન, LMP મુંબઈ ઝોન , તથા શ્રી લોહાણા સમાજ સંગઠન (ટ્રસ્ટ) – કોંકણ વિભાગ (નવી મુંબઈ, ઉરણ, થાણા, મીરરોડ, ડોમ્બીવલી, પનવેલ, ખપોલી, કલ્યાણ, ભિવંડી, બદલાપુર ,વિરાર, વસઈ) ના ૧૨ ઘટક મહાજન પ્રતિનિધિઑ મળીને કુલ્લે 50 થી વધુ સભાસદોની હાજરીની નોંધ થઈ હતી.
.
માનદ મંત્રી શ્રીમતી સ્વાતિબેન ઠક્કર દ્વારા સભાને આટલો સરસ પ્રતિસાદ આપવા બદ્દલ તથા સમયસર હાજરી આપવા બદ્દલ મંચ પર વિરાજમાન મહાનુભાવોનો તથા સૌ ઘટક મહાજન પ્રતિનિધિઓનો આભાર માન્યો અને મિટિંગ પૂરી થઈ તેની જાહેરાત કરી હતી.
.
શ્રી હર્ષદભાઈ મણીધર (મહારાષ્ટ્ર ઝોનલ સેક્રેટરી)
શ્રીમતી સ્વતીબેન ઠક્કર (કોંકણ વિભાગ – માં. મંત્રી)
શ્રી કેયૂરભાઈ પોપટ (કોંકણ વિભાગ- સહ મંત્રી)
No Responses