10-Dec-2023 Konkan Vibhag Meeting at Panvel – Hosted by Shree Panvel Lohana Mahajan

શ્રી લોહાણા સમાજ સંગઠન – કોંકણ વિભાગ તથા યજમાન શ્રી પનવેલ લોહાણા મહાજન દ્વારા આયોજિત ડો. શ્રીજીતેન્દ્ર અઢિયા માઈન્ડ પાવર સેમીનાર વિષે:
રવિવાર, તારીખ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજે પનવેલ નગરીની પાવન ધરા પર શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગ અને યજમાન મહાજન શ્રી પનવેલ લોહાણા મહાજનની સંયુક્ત પ્રયત્નો ના ફળ સ્વરૂપે એક અનુપમ  અને અદ્વિતીય સેમિનારનું સફળ આયોજન થયું,  જેમાં માનિસક શક્તિ ના મહાન સાધક અને જીવન પરિવર્તનના પથદર્શક  ડો. શ્રીજીતેન્દ્રભાઈ  અઢિયાએ ‘અર્ધજાગૃત મન’ (subconscious mind) વિષય પર તેમના જ્ઞાન અને આટલા વર્ષોના અનુભવોને જાગૃત કર્યા.
  આ માહિતી સભર કાર્યક્રમમાં કોંકણ વિભાગના ૧૫ ઘટક મહાજનોના ૫૫(પંચાવન) પ્રતિનિધિઓ અને શ્રી પનવેલ લોહાણા મહાજનના મહાનુભાવો અને જ્ઞાતિજનો સર્વે મળીને ૩૦૦ થી પણ વધુ જિજ્ઞાસુ જ્ઞાતિબંધુ, યુવાઓ અને મહિલાઓએ ભાગ લીધો અને માનસિક અમુલ્ય શક્તિઓની ખરી અનુભૂતિ કરી.
આ કાર્યક્રમની સફળતાએ શ્રી લોહાણા સમાજ સંગઠન – કોંકણ વિભાગ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા અને તેમની ટીમ તથા શ્રી પનવેલ લોહાણા મહાજનના પ્રમુખ મહોદયા શ્રીમતિ સુજાતાબેન ઠક્કર અને સર્વે મહાજન પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસ, અથાક પરિશ્રમ અને સમર્પણનું સફળ પરિણામ સ્પષ્ટ થયું.
યજમાન મહાજન દ્વારા સવારનો ચા-નાસ્તો, બપોરનું સ્વાદિષ્ટ ભોજન અને સાંજે હાઈ ટી ની ઉત્તમ વ્યવસ્થા એક સંપૂર્ણ આતીથ્યનું પ્રતિક બની રહી.
સવારે ૧૧ કલાકે દીપ પ્રજ્વલન સાથે આ શુભ કાર્યની શરૂઆત થઈ અને સર્વે ઊભા થઈ રઘુવંશી પ્રાર્થના કર્યા બાદ યજમાન મહાજન પ્રમુખ અને ટ્રસ્ટી મહોદયઓએ ડો.શ્રી અઢિયા સાહેબ અને શ્રી લોહાણા સમાજ સંગઠન – કોંકણ વિભાગ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈને શાલ ઓઢાળીને સન્માનિત કર્યા જે આપણી સંસ્કૃતિનું મહત્વપૂર્ણ પ્રતીક છે.
સૂર્યદેવની પ્રખર કિરણો આકાશમાં ઉચ્ચ સ્થાને પ્રસરી રહી હતી, અને સમય હતો ૧૧:૩૦નો જ્યારે ડો. જીતેન્દ્ર અઢિયા સાહેબનો “અર્ધજાગૃત મન” (subconscious mind) વિષય પર આધારિત સેમિનારનો આરંભ થયો. સળંગ બે કલાક ચાલેલા આ સત્રમાં સ્વયંમમા એટલેકે પોતાનામાં છુપાયેલી મનની શક્તિ અને તેના વિકાસ અંગેની માહિતી અને સ્વઅનુભવો કરાવી ચકિત કર્યા.
માનનીય ડો. અઢીયા દ્વારા મનની ગહન ગલીઓમાં પ્રકાશ પાથરીને શ્રોતા ગણને દિશા દર્શાવવાના પ્રયોગો પણ થયા. તેમના જ્ઞાન અને આટલા વર્ષોના અનુભવથી હાજર સૌને એ સમજવામાં મદદ થઇ કે અર્ધજાગૃત મન (subconscious mind) કઈ રીતે આપણા વિચારો, ભાવનાઓ અને ક્રિયાઓને આકાર આપે છે. સાથે સાથે કુ.નિશાબેન પાંધીએ પણ ‘સ્ટેજ ફીઅર અને સ્ટેજ કોન્ફીડન્સ’ વિષય પર પ્રકાશ પાડ્યો. તેમણે આપેલ માહિતીએ  સાંભળનારાઓના મનમાં આત્મવિશ્વાસની નવી કિરણ જગાવી.
ડો. શ્રીઅઢિયા અને કુ.નિશાબેનના પ્રશ્નોત્તર સત્રનું આયોજન એક જ્ઞાનમય સમારંભ તરીકે ઉજવાયું  તેમના સમર્પણ અને જ્ઞાનના સ્રોતના માધ્યમે તેઓશ્રી એ આવેલ પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા. બપોરના ૧:૩૦ કલાકે જ્યારે સેમિનાર સમાપ્ત થયું, ત્યારે પ્રત્યેક શ્રોતાના મનમાં વધુ શીખવાની લાગણી અને સમયના પૂર્ણ થવાનો અફસોસ હતો.
આ પ્રસંગ પર શ્રી લોહાણા સમાજ સંગઠન –  કોંકણ વિભાગની ટીમ અને સર્વે ઘટક મહાજન પ્રતિનિધિઓએ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈના હસ્તે તેમની વિશિષ્ટ સેવાઓની સરહના સ્વરૂપે ડો. શ્રીઅઢિયાને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું,
ડો. શ્રી અઢિયાને તેમના અમૂલ્ય યોગદાન માટે શ્રી પનવેલ લોહાણા મહાજન દ્વારા પણ સન્માન પત્ર પ્રદાન કરવામાં આવ્યું.
શિક્ષણ અને સંસ્કૃતિના સંગમનો સાક્ષી બનેલા આ દિવસે, સેમિનાર પછી, યજમાન મહાજન દ્વારા એક સ્વાદિષ્ટ ભોજન પ્રસાદનું આયોજન શ્રી પનવેલ લોહાણા મહાજન વાડીમાં કરાયું હતું. ત્યાર બાદ સાંજે ૩.૩૦ વાગ્યે શ્રી લોહાણા સમાજ સંગઠન – કોંકણ વિભાગની સામાન્ય સભાનું આયોજન પણ એ જ સ્થળે  ર્ડો.શ્રીઅઢિયા સાહેબ ની પૂર્ણ હાજરીમાં થયું હતું.
આજનો દિવસ ખરેખર એક ઐતિહાસિક પળ બની રહ્યો, જેમાં કોંકણ વિભાગનું વિસ્તારણ થયું અને બે નવા મહાજનોની સ્થાપના થઈ. શ્રી રોહા,તળા, નાગોઠણા લોહાણા મહાજન અને શ્રી શ્રીવર્ધન, મ્હસલા, બોરલી લોહાણા મહાજન – આ બે નવા ઘટકોનું આગમન ન માત્ર આપણા સમાજના વિકાસનું પ્રતીક છે, પરંતુ આપણા એકતા અને સંઘટનની શક્તિનો પણ પ્રતીક છે.
સામાન્ય સભામાં ડો. શ્રી અઢિયા અને કોંકણ વિભાગના પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ, વડીલશ્રી હિમ્મતભાઈ, સુ.શ્રીસુજાતાબેનના હસ્તે, આ બે નવા મહાજનોને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું, જે એક ગૌરવમયી ક્ષણો હતી આ પ્રશસ્તિ પત્રોએ નવા ઘટક મહાજનો પ્રસ્થાપિત કર્યાના પ્રયાસો  અને તેમના સંકલ્પને મજબૂતી આપી.
સાંજે ૫:૩૦ કલાકે સભાનું સમાપન થયું ત્યારબાદ “હાઈ ટી” નો આનંદ માણીને સભાના સભ્યોએ પ્રસન્ન ચિત્તે પોતાના ગંતવ્ય સ્થળે પ્રયાણ કર્યું.
આ સમગ્ર આયોજન નવી શિક્ષણાત્મક અને સામાજિક જાગૃતિનો પ્રતીક બન્યું, જેમાં જ્ઞાન, સંસ્કૃતિ, અને આત્મવિશ્વાસની મશાલો પ્રગટાવી ગઈ.
અંતે, યજમાન શ્રી પનવેલ લોહાણા મહાજન, ટ્રસ્ટી ગણ, પ્રમુખશ્રી તથા સર્વે પદાધિકારીઓનો અને કોંકણ વિભાગના સર્વે ઘટક મહાજન પ્રતિનિધિઓ નો ખાસ આભાર. સવારથી સાંજ સુધીનો આપનો સાથ, જેમાં આપ સૌ દૂર-દૂરથી આવીને એક છત નીચે એકઠા થયા, તેની પ્રશંસાના શબ્દો શોધવા મુશ્કેલ છે.
આ જ આપણી એકતાનું પ્રદર્શન અને સંગઠન માટે સમર્પણની આગવી ભાવનાનું પ્રતીક છે.
આપણા સંગઠનની પ્રગતિ અને ઉન્નતિના આ પથ પર, આપણે સૌ મળીને વધુ દૂર સુધી પહોંચી શકીએ તેવી આશા અને વિશ્વાસ સાથે,
શ્રી લોહાણા સમાજ સંગઠન વતીથી,
શ્રી હર્ષદભાઈ મણીધર (કોષાધ્યક્ષ)
શ્રીમતી સ્વાતિબેન ઠક્કર (માં. મંત્રી)
શ્રી કેયુરભાઈ પોપટ (સહ મંત્રી)
શ્રી ભરતભાઈ ચંદન (સંયોજક)
Search

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *