LMP મહારાષ્ટ્ર ઝોન- કોંકણ વિભાગ અને યજમાન મહાજન શ્રી હાલાઈ લોહાણા ફાઉન્ડેશન થાણા સંયુક્ત ઉપક્રમે તારીખ 7 મી જાન્યુઆરી 2024 રોજે એક દિવસીય ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન એપીજે અબ્દુલ કલામ ગ્રાઉન્ડ મુલુન્ડ ખાતેકરવામાં આવ્યું હતું
આ ટુર્નામેન્ટમાં કોંકણ વિભાગના12 મહાજનોની , 8 ટીમ વચ્ચે ક્રિકેટ મેચ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. 12 મહાજનો ના ક્રિકેટ ખેલાડીઓ, ક્રિકેટ રસીકો અને મહાજન પદાધિકારીઓ સાથે, કુલ મળીને 250 જ્ણ ની જ્ઞાતિજનો થી મુલુન્ડ નો આ રમણીય મેદાન ભરાયેલો હતો.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાને વિજેતા રહેલ શ્રી કલ્યાણ લોહાણા મહાજન ની ટીમ અને દ્વિતીય સ્થાને રનર અપ રહેલ શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ ટીમ અને અન્ય ટીમ ના સભ્યો ને પ્રોત્સાહિત ટ્રોફીઓ આપી આદરભાવ સાથે સત્કારવા માં આવી હતી.
સહ-યજમાન શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા અને હાલાઇ લોહાણા ફાઉન્ડેશન થાણા ને કોંકણ ક્રિકેટ 2024 ના વિસ્તાર માટે ધન્યવાદ સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. .
જય રઘુવંશ
No Responses