LMP મહારાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયાનું શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન મહિલા સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન સ્પોર્ટ્સ સમિતિ અને શ્રી રઘુવંશી મિલન મુંબઈ દ્વારા સન્માન
રવિવાર, તારીખ ૧૮મી ફેબ્રુઆરી, ૨૦૨૪ ના દિવસે મુંબઈના સાન્તાક્રુઝ સ્થિત બાલ્કન જી બારી ખાતે શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન મહિલા સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન સ્પોર્ટ્સ સમિતિ અને શ્રી રઘુવંશી મિલન મુંબઈ ના સયુંકત પ્રયાસોથી એક અદ્ભુત અને ઉત્સાહભર્યો સ્પોર્ટ્સ ડે’ નું સુંદર આયોજન થયું હતું.
આ કાર્યક્રમમાં, જાન્યુઆરી ૨૦૨૪માં માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા ગાંધીનગર ખાતે LIBF
ઇવેન્ટ દરમ્યાન આયોજિત એવાર્ડ સમાંરભમાં LMP મહારાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા ને બેસ્ટ ઝોન ૨૦૨૩ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ સન્માનની ઉજવણીરૂપે યજમાન દ્વારા મોમેન્ટો આપીને શ્રી ધર્મેન્દ્રભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી ધર્મેન્દ્રભાઈની આ અદભુત ઉપલબ્ધિ હાજર સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
શ્રી લોહાણા મહાપરિષદ મુંબઈ વેસ્ટર્ન રીજન મહિલા સમિતિ અધ્યક્ષા શ્રીમતી મીનાબેન ઠક્કર તથા મુંબઈ વેસ્ટર્ન રીજન સ્પોર્ટ્સ સમિતિના અધ્યક્ષા શ્રીમતી પ્રજ્ઞાબેન મોરજરીયા ના નેતૃત્વમાં આયોજીત આ કાર્યક્રમમાં,
શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી સતીશભાઈ વિઠલાણી, LMP ટ્રસ્ટી અને મહિલા વિભાગ અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન વિઠલાણી, તથા મુંબઈ સહ મહારાષ્ટ્ર મહિલા પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન ઠક્કર શ્રી લોહાણા મહાપરિષદના મહામંત્રી ડો. શ્રી સુરેશભાઈ પોપટ, LMP મુંબઈ ઝોન પ્રમુખ શ્રી પીયુષભાઇ ગંઠા, ઓલ ઇન્ડિયા બાલકનજી બારી પ્રમુખ શ્રી નરેશભાઈ સરવૈયા, રઘુવંશી મિલન પ્રમુખ તથા બાલકનજી બારી ના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ મોરજરીયા, આઈ સર્જન, બોરીવલી ના શ્રી ડો. જીગરભાઈ બથીયા, તથા ગેસ્ટ ઓફ ઓનર, કોરોના વોરિયર, એરહોસ્ટેસ શ્રીમતી શીતલબેન સરવૈયા, સાયકોલોજીસ્ટ શ્રીમતી પ્રાચીબેન ડોકાનીયા,કોંકણ રીજન સ્પોર્ટ્સ મહિલા સમિતિ ના અધ્યક્ષા શ્રીમતી સરોજબેન વિઠલાણી, નવી મુંબઈથી શ્રીમતી શિલ્પાબેન કારીયા, શ્રીમતી ભાવનાબેન કેસરિયા, શ્રીમતી અનસુયાબેન ચોથાણી, શ્રીમતી અરુણાબેન કેસરિયા, કોંકણ વિભાગ ટ્રસ્ટી અને ખોપોલી મહાજન માનદ મંત્રી શ્રી અભયભાઈ તન્ના તથા તેમના પત્ની શ્રીમતી શિલ્પાબેન તન્ના, શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગના મંત્રી તથા ઉરણ મહાજન પ્રમુખ શ્રીમતિ સ્વાતિબેન ઠક્કર, શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગના સંયોજક શ્રી ભરતભાઈ ચંદન , સહમંત્રી શ્રી કેયુરભાઈ પોપટ, તથા તેમના પત્ની શ્રીમતી મમતાબેન પોપટ, શ્રી ખોપોલી મહાજન ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ આભાણી પ્રમુખ શ્રી શૈલેશભાઈ વિઠલાણી, શ્રી પનવેલ લોહાણા મહાજન પ્રમુખ સુજાતાબેન ઠક્કર, અને ઉરણ મહાજન પૂર્વપ્રમુખ શ્રી દિનેશભાઈ ઠક્કર તથા અન્ય મહાનુભાવો હાજર હતા.
No Responses