૯થી ૧૮ જુલાઈ ૨૦૨૪ – પર્યાવરણનો પ્રાણવાયુ: કોંકણ વિભાગનું વૃક્ષારોપણ અભિયાન ૨૦૨૪”
લોહાણા સમાજની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે કોંકણ વિભાગનું વૃક્ષારોપણ અભિયાન ૨૦૨૪. શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયાના માર્ગદર્શન અને શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગના પ્રમુખ શ્રી અભયભાઈ તન્નાના નેતૃત્વમાં આ હરિયાળી ક્રાંતિએ નવા કીર્તિમાન સ્થાપ્યા છે.
૯થી ૧૮ જુલાઈ ૨૦૨૪ ના સમયગાળામાં યોજાયેલા આ અભિયાનમાં કોંકણ વિભાગના તમામ ઘટક મહાજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. શ્રી લોહાણા મહાપરિષદની પર્યાવરણ સમિતિના “એક પેડ રામ કે નામ” અભિયાનને સાકાર કરતા આ કાર્યક્રમમાં ૧૫થી વધુ ઘટક મહાજનોના પ્રમુખો સહિત ૯૦થી વધુ અને કારોબારી સભ્યો તથા જ્ઞાતિજનોએ સહભાગી થઈ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ સિદ્ધ કર્યો.
- શ્રી ખોપોલી ,પરલી, જામ્બુલપાડા લોહાણા મહાજન
- શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ
- શ્રી લોહાણામ હાજન મીરારોડ
- શ્રી ઉરણ લોહાણા મહાજન
- શ્રી પનવેલ લોહાણા મહાજન
- શ્રી કલ્યાણ લોહાણા મહાજન
- શ્રી ડોમ્બીવલી લોહાણા સમાજ
- થાણા હાલાઇ લોહાણા ફાઉન્ડેશન
- શ્રી લોહાણા મહાજન ભીવંડી
- શ્રી નેરલ લોહાણા મહાજન
- શ્રી અલીબાગ લોહાણા મહાજન
- શ્રી રોહા, તળા, નાગોઠણે લોહાણા મહાજન
- શ્રી શ્રીવર્ધન, બોરલી, મ્હસ્લા લોહાણા મહાજન
- શ્રી પાલઘર લોહાણા મહાજન
- શ્રી દહાણું વિભાગ લોહાણા મહાજન
- શ્રી લોહાણા સમાજ ઉલ્હાસનગર, અંબરનાથ , બદલાપુર
- કોંકણ વિભાગના પદાધિકારીઓ, ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ મણિધર, માનદ્ મંત્રી શ્રીમતી સ્વાતિબેન ઠક્કર, સહમંત્રી શ્રી કેયુરભાઈ પોપટ (ઠક્કર) તથા PRO શ્રી ભરતભાઈ ચંદને આ અભિયાનને સફળતાના શિખરે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ સફળ ઉપક્રમ આયોજવા બદ્દલ LMP પર્યાવરણ સમિતિ પ્રમુખ શ્રી કિરીટભાઈ ભીમાણીએ મહારાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈને, કોંકણ વિભાગ પ્રમુખ શ્રી અભયભાઈને, તેમની ટીમને તથા સર્વે ઘટક મહાજન પ્રમુખોને અભિનંદન પાઠવ્યા છે. આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ બનાવવાની દિશામાં લોહાણા સમાજનું આ પ્રશંસનીય પગલું નિ:સંદેહ પ્રેરણાદાયી બની રહેશે.
વૃક્ષોના વાવેતરથી વસુંધરાને વધુ સમૃદ્ધ બનાવવાના આ પ્રયાસમાં સહભાગી થનાર દરેક વ્યક્તિ અભિનંદનને પાત્ર છે. આવો, આપણે સૌ સાથે મળીને પ્રકૃતિની સંભાળ લઈએ અને આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરીએ.
જય રઘુવંશ!!
શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ – કોંકણ વિભાગ
શ્રી ખોપોલી ,પરલી, જામ્બુલપાડા લોહાણા મહાજન
શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ
શ્રી લોહાણામ હાજન મીરારોડ
શ્રી ઉરણ લોહાણા મહાજન
. .
. .
શ્રી પનવેલ લોહાણા મહાજન
. .
શ્રી કલ્યાણ લોહાણા મહાજન
શ્રી ડોમ્બીવલી લોહાણા સમાજ
થાણા હાલાઇ લોહાણા ફાઉન્ડેશન
. . .
. .
શ્રી લોહાણા મહાજન ભીવંડી
શ્રી નેરલ લોહાણા મહાજન
શ્રી અલીબાગ લોહાણા મહાજન
શ્રી રોહા, તળા, નાગોઠણે લોહાણા મહાજન
શ્રી શ્રીવર્ધન, બોરલી, મ્હસ્લા લોહાણા મહાજન
. .
શ્રી પાલઘર લોહાણા મહાજન
. .
શ્રી દહાણું વિભાગ લોહાણા મહાજન
શ્રી લોહાણા સમાજ ઉલ્હાસનગર, અંબરનાથ , બદલાપુર
No Responses