on 5th January 2025 – Konkan Cricket 2025 was Sucessfully Organised at Bhiwandi

તા.૦૫/૦૧/૨૦૨૫, રવિવારની શુભ સવારે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગનું ભવ્યાતિભવ્ય ક્રિકેટ ૨૦૨૫ મહાકુંભ ભિવંડી ની ધરતી પર સંપન્ન થયું. જ્યાં એકતાના તાંતણે બંધાયેલા પનવેલ, થાણા, ભિવંડી, ખોપોલી, ડોમ્બિવલી, નવી મુંબઈ, કલ્યાણ, ઉરણ, મીરા રોડ, ઉલ્હસનગર, શ્રીવર્ધન, રોહા, નેરળ અલિબાગ ઇત્યાદિ ૧૪+ ઘટક મહાજનની દસ ટીમો અને ૧૫૦ થી વધુ યુવા ખીલડીઓએ રમતના મેદાને રણસંગ્રામ ખેલ્યો.

સૂર્યનારાયણના પ્રથમ કિરણો સાથે જ “જય શ્રી રામ”ના જયઘોષ સાથે પ્રથમ ટોસ ઉછળ્યો અને શરૂ થયો રમતનો રસથાળ.શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ નિષ્ઠાવાન પ્રમુખ શ્રી અભયભાઇ તન્ના,હાલાઇ લોહાણા ફાઉન્ડેશન, થાણાના કર્મયોગી પ્રમુખ શ્રી કેતનભાઈ ઠક્કર અને શ્રી ભિવંડી લોહાણા મહાજનના અડીખમ ટ્રસ્ટી એડ. શ્રી પ્રદીપભાઈ ઠક્કરની કુશળ આગેવાની હેઠળ આ મહોત્સવ “ભવ્ય અને યાદગાર બની રહ્યો.

સુંદર મંગલમય વાતાવરણમાં, શ્રી લોહાણા મહાપરિષદના દૂરંદેશી સુકાની અને પ્રખર નેતૃત્વકર્તા શ્રી સતીશભાઈ વિઠલાણી તેમજ સમાજની આદરણીય મહિલા અગ્રણી શ્રીમતી રશ્મિબેન વિઠલાણી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો ભવ્યાતિભવ્ય શુભારંભ થયો.

સમારોહની શોભા વધારતા મંચસ્થ વિદ્વાન મહાનુભાવો – કોંકણ વિભાગના કર્મઠ અને નિષ્ઠાવાન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા, કોંકણ વિભાગના દૂરદર્શી અને પ્રગતિશીલ પ્રમુખ શ્રી અભય ભાઇ તન્ના, શ્રી લોહાણા મહાપરિષદના સેવાભાવી અને જ્ઞાનનિધિ મા.મંત્રી ડૉ. શ્રી સુરેશભાઈ પોપટ, કર્મયોગી સહમંત્રી શ્રી નિખિલભાઇ સુબા, LMP વેસ્ટર્ન મુંબઈ રીજનના અધ્યક્ષશ્રી દેવેન્દ્રભાઈ સોમૈયા, શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈના લોકપ્રિય અને પ્રેરણાદાયી પ્રમુખ શ્રી નીતિનભાઈ પાંધી, ઉદ્યોગપતિ અને વ્યવસાયકુશળ થાણે વેપારી એશોશિયેશન અધ્યક્ષ શ્રી સુરેશભાઈ ઠક્કર સહિત અન્ય મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમને દિવ્યતા બક્ષી.

આ પાવન અવસરે, શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયા અને શ્રી અભયભાઇ તન્નાએ શ્રી સતિષભાઈનું તેમજ શ્રીમતી શિલ્પાબેન ધર્મેન્દ્રભાઈ કારીયા અને શ્રીમતી શિલ્પાબેન અભયભાઈ તન્નાએ શ્રીમતી રશ્મિબેનનું ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમી શાલ અને સુગંધિત પુષ્પગુચ્છથી હૃદયસ્પર્શી સ્વાગત કર્યું.

ત્યારબાદ, શ્રી સતિષભાઈ, શ્રીમતી રશ્મિબેન, શ્રી ધર્મેન્દ્રભાઇ અને શ્રી અભયભાઇએ લોહાણા જ્ઞાતિના ઉત્સાહી યુવા રમતવીરોને પ્રેરણાદાયી સંબોધન કરી, આશીર્વચન પાઠવ્યા.

દિવસ દરમ્યાન રમતના રોમાંચક વાતાવરણ વચ્ચે, સ્ટેડિયમના સુસજ્જ હોલમાં શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની ટ્રસ્ટીગણની તથા કારોબારીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ ઐતિહાસિક બેઠકમાં સમાજના સર્વોચ્ચ પદાધિકારીઓ – દૂરંદેશી વિચારક અને યુવાહૃદયી પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી અભયભાઈ તન્ના, કર્મઠ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા, અનુભવી ટ્રસ્ટીઓ શ્રી બિરેનભાઈ ઠક્કર અને શ્રી જયેશભાઈ કારીયા, ભિવંડી મહાજનના વિદ્વાન ટ્રસ્ટી એડ. શ્રી પ્રદીપભાઇ રૂઘાણી, ઉર્જાવાન ઉપપ્રમુખ શ્રી હર્ષદભાઈ મણીધર, કુશળ માનદ્ મંત્રી શ્રીમતી સ્વાતિબેન ઠક્કર, નિષ્ઠાવાન સહમંત્રી શ્રી કેયુરભાઇ પોપટ તેમજ વિશિષ્ટ અતિથિ શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈના લોકપ્રિય પ્રમુખ શ્રી નીતિનભાઇ પાંધીે એ પ્રેરક સંબોધન કર્યું.

આ ઐતિહાસિક બેઠકમાં ૧૪+ ઘટક મહાજનના ૪૪થી વધુ પ્રતિભાશાળી પ્રતિનિધિઓ ની ગરિમામય ઉપસ્થિતિ રહી.

સાંજના સુવર્ણ સમયે, સર્વે મહાનુભાવોએ સ્વાદિષ્ટ હાઈ-ટી ની લ્હાય માણતા, ટૂર્નામેન્ટની મહારથી ટીમો ભિવંડી અને ડોમ્બીવલી વચ્ચેની અંતિમ મુકાબલાની રોમાંચક પળો નિહાળી. બન્ને ટીમો વચ્ચે ખેલદિલીભર્યા વાતાવરણમાં ખેલાયેલી આ રસપ્રદ મેચમાં, અદ્ભુત પ્રદર્શન કરતા ડોમ્બિવલી મહાજનની પ્રતિભાશાળી ટીમે વિજયનો સ્વર્ણિમ કળશ પોતાના શિરે ધારણ કર્યો.

શ્રી કેતનભાઈ, શ્રી વિનીતભાઈ, શ્રીસનતભાઇ અને તેમની ટીમનું અણીશુદ્ધ ક્રિકેટ આયોજન, એડ. શ્રી પ્રદીપભાઈ, સમિતભાઇ, કૃષાંગભાઇ દ્વારા સ્વાદિષ્ટ ભોજનનું આયોજન અને કિરણબેન, મમતાબેન પરમાણી, તથા સમગ્ર ભિવંડી મહાજન દ્વારા કરવામાં આવેલી હૃદયસ્પર્શી આવભગત – આ ત્રણેયના સુભગ સમન્વય થી કોંકણ લોહાણા ક્રિકેટ ૨૦૨૫ નું આયોજન “*સોને પે સુહાગા*” જેવું બની રહ્યું.

આવા સુંદર આયોજન માટે થાણા હાલાઈ લોહાણા ફાઉન્ડેશન તથા શ્રી ભીવંડી લોહાણા મહાજન ને ખૂબ ખૂબ અભિનંદન.

શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ વતી
મા. મંત્રી – શ્રીમતી સ્વાતિબેન ઠક્કર
સહ મંત્રી – શ્રી કેયુરભાઇ પોપટ

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *