તારીખ: ૨૨/૦૬/૨૦૨૫ સમય: બપોરે ૩:૩૦ કલાકે – શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની સામાન્ય સભા: અહેવાલ – સ્થળ: જલારામ હૉલ – કલ્યાણ

                                                                    શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની સામાન્ય સભા

                                                      સ્થળ: જલારામ હૉલ, કલ્યાણ તારીખ: ૨૨/૦૬/૨૦૨૫ સમય: બપોરે ૩:૩૦ કલાકે

                                                                                       સભાનો શુભારંભ અને દીપ પ્રાગટ્ય:

બપોરે ૩:૩૦ કલાકે, જલારામ હૉલ ખાતે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની સામાન્ય સભા નો શુભારંભ થયો. કાર્યક્રમની શરૂઆતમાં, કોંકણ વિભાગના માનદ મંત્રી શ્રીમતી સ્વાતિબેન ઠક્કરે ઉપસ્થિત સૌ સભ્યોનું સ્વાગત કર્યું હતું.તેમણે મહાનુભાવોને મંચ પર સ્થાનપંદ થવા માટે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટના પદાધિકારીઓ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા, પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી અભયભાઈ તન્ના, યજમાન શ્રી કલ્યાણ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી બિરેનભાઈ ઠક્કર, માનદ મંત્રી શ્રી જગદીશભાઇ ખીમાણી, કોંકણ વિભાગના ઉપ-પ્રમુખ શ્રી હર્ષદભાઈ મણિધર, સહ માનદ મંત્રી શ્રી કેયૂરભાઈ ઠક્કર તથા જનસંપર્ક અધિકારી શ્રી ભરતભાઇ ચંદન ને આમંત્રિત કર્યા.

મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ, રઘુવંશી પ્રાર્થના સાથે સભાની કાર્યવાહીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ, ગત સમયમાં અવસાન પામેલા જ્ઞાતિજનોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પછી, માનદ મંત્રી શ્રીમતી સ્વાતિબેને ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ (મિનિટ્સ)નું વાંચન કર્યું, જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી.

મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ, રઘુવંશી પ્રાર્થના સાથે સભાની કાર્યવાહીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ, ગત સમયમાં અવસાન પામેલા જ્ઞાતિજનોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પછી, માનદ મંત્રી શ્રીમતી સ્વાતિબેને ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ (મિનિટ્સ)નું વાંચન કર્યું, જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી.

યજમાન મહાજનના પ્રમુખ શ્રી બિરેનભાઈ ઠક્કરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, સતત ત્રીજા વર્ષે “કોંકણ ઇન્ડોર ગેમ્સ” ના આયોજનની તક આપવા બદલ તેઓ શ્રી ધર્મેન્દ્રભાઈ, શ્રી અભયભાઈ અને સમગ્ર કોંકણ વિભાગના હૃદયપૂર્વક આભારી છે.

વિભાગના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયાતા.૩૧/૦૫/૨૦૨૫ અને ૦૧/૦૬/૨૦૨૫ ના રોજ પૂના ખાતે શ્રી લોહાણા મહાપરિષદની સામાન્ય સભા યોજાઈ હતી, તેની વિસ્તૃત જાણકારી અને મુખ્ય ઠરાવોથી તથા આગામી જાન્યુઆરી ૨૦૨૬ ના મુંબઈ જીઓ ખાતે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના LIBFના ભવ્ય આયોજનથી, સભાગૃહને માહિતગાર કર્યા હતા.

કોંકણ વિભાગના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી અભયભાઈ તન્ના“કોંકણ ઇન્ડોર ગેમ્સ ૨૦૨૫” ના સુંદર આયોજન બદ્દલ યજમાન કલ્યાણ લોહાણા મહાજનને તથા કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ સૌ ઘટક મહાજન ને અભિનંદન પાઠવ્યા. તેમણે ગૌરવભેર નોંધ્યું કે માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની સભામાં કોંકણ વિભાગના ઘટક મહાજનોના પદાધિકારીઓની સંખ્યા સર્વાધિક હતી, જે આપણી એકતા અને સંગઠન શક્તિનું પ્રતિક છે.

                                                                              આગામી કાર્યક્રમોની જાહેરાત:

ક્રિકેટ લીગ: કોંકણ વિભાગના ઉપ-પ્રમુખ શ્રી હર્ષદભાઈ મણિધરે જણાવ્યું કે આગામી નવેમ્બર મહિનામાં પૂના ખાતે LMP મહારાષ્ટ્ર ઝોન અને મુંબઈ ઝોન દ્વારા એક ક્રિકેટ લીગ નું આયોજન થઈ રહ્યું છે. તેમણે કોંકણ વિભાગની ટીમ માટે ખેલાડીઓની નોંધણી ત્વરિત ધોરણે પૂર્ણ કરવા માટે સૂચન કર્યું.

વૃક્ષારોપણ કાર્યક્રમ: શ્રીમતી સ્વાતિબેન ઠક્કરે જાહેરાત કરી કે આગામી તા. ૧ જુલાઈ, ૨૦૨૫ થી ૯ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન કોંકણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ સપ્તાહ નું આયોજન કરવામાં આવશે. દરેક ઘટક મહાજનને પોતાના વિસ્તારમાં સ્થાનિક પ્રતિનિધિઓ સાથે આ કાર્યક્રમ યોજીને તેની તસવીરો વિભાગને મોકલવા અનુરોધ કરાયો.

અમૃત વેબિનાર: શ્રી કેયૂરભાઈ ઠક્કરે માહિતી આપી કે LMP મહારાષ્ટ્ર ઝોન તથા મુંબઈ ઝોન ના સંયુક્ત ઉપક્રમે શનિવાર, તા. ૦૫/૦૭/૨૦૨૫ ના રોજ ઓનલાઇન ઝૂમ પ્લેટફોર્મ પર “અમૃત વેબિનાર” નું આયોજન કરાયું છે. ઓપન કેટેગરીના જ્ઞાતિજનો માટે સરકારી યોજનાઓના લાભો વિશે માહિતી આપતા આ વેબિનારમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા તેમણે અપીલ કરી.

LMP ગૃહ ઉદ્યોગ ઓનલાઈન સ્ટોર: શ્રી ભરતભાઈ ચંદન દ્વારા, શ્રી લોહાણા મહાપરિષદ મહિલા સમિતિની પહેલ “LMP ગૃહ ઉદ્યોગ ઓનલાઈન સ્ટોર” વિશે માહિતી અપાઈ. તેમણે જણાવ્યું કે આ પહેલ હેઠળ, લોહાણા સમાજની મહિલાઓને તેમના ઘરે બનાવેલા ઉત્પાદનો વેચવા માટે મફત ઓનલાઈન સ્ટોર આપવામાં આવશે, જેથી તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે. નોંધણી ૨૭ મે, ૨૦૨૫ થી શરૂ થઈ ગઈ છે અને ઈચ્છુક મહિલા સભ્યો LMP મહિલા સમિતિના ગ્રુપ્સમાં આપેલા Google ફોર્મ્સ દ્વારા અરજી કરી શકે છે.

સભાને આગળ વધારતા જ્યારે ઘટક મહાજનના પ્રતિનિધિઓને મંતવ્યો રજૂ કરવા માટે આમંત્રિત કરાયા, ત્યારે શ્રી ખપોલી, પરેલી, જાંબુલપાડા મહાજનના પ્રમુખ શ્રી શૈલેશભાઈ વિઠલાણી “કોંકણ પરિચય મિલન ૨૦૨૫” જે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ, શ્રી ખપોલી-પરેલી-જાંબુલપાડા મહાજન અને સપનાના વાવેતર ના સંયુક્ત ઉપક્રમે રવિવાર તા. ૧૭/૦૮/૨૦૨૫ ના રોજ યોજાવાનો છે તેની જાહેરાત કરી તથા સૌ ઘટક મહાજનોને આ કાર્યક્રમમાં વધુમાં વધુ યુવક-યુવતીઓના નામ નોંધાવવા માટે અપીલ કરી.

                                                                                          સભાનું સમાપન

સભાના અંતે, સહ મંત્રી શ્રી કેયૂરભાઈ ઠક્કરે આભાર વિધિ રજૂ કરી હતી, જેમાં તેમણે યજમાન મહાજન, સર્વે પદાધિકારીઓ અને ઉપસ્થિત સર્વે સભ્યોનો આભાર માની સભા પૂર્ણ થયાની ઘોષણા કરી.

શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ વતી

શ્રીમતી સ્વાતીબેન ઠક્કર (માનદ મંત્રી)
શ્રી કેયૂરભાઈ ઠક્કર (સહ મંત્રી)

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *