રવિવાર, તા. ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ, કલ્યાણ ખાતે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ અને શ્રી કલ્યાણ લોહાણા મહાજન ના સંયુક્ત ઉપક્રમે, “કોંકણ ઇન્ડોર ગેમ્સ ૨૦૨૫” નું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું.
આ રમતોત્સવનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સંગઠન અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં કોંકણ વિભાગના ૧૪ ઘટક મહાજનોમાંથી ૧૮૦થી વધુ ખેલાડીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો.
શ્રી કલ્યાણ લોહાણા મહાજન દ્વારા કરવામાં આવેલ અતિથિ સત્કાર અને સુચારુ વ્યવસ્થા અત્યંત પ્રશંસનીય રહી.
આ ભવ્ય અને સફળ કાર્યક્રમના ભાગરૂપે, જલારામ હૉલ ખાતે બપોરના સમયે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગની સામાન્ય સભા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
No Responses