શ્રી કલ્યાણ લોહાણા મહાજન સાંસ્કૃતિક સમિતિ ના ચેરમેન શ્રી કેતનભાઈ ઠક્કર દ્વારા આયોજીત ગુર્જરી કલા ટેલેન્ટ મહોત્સવ -૨૦૨૩ શુક્રવાર તા.૯-૬-૨૩ ના રોજ રાત્રે ૮ વાગ્યે આચાર્ય અત્રે રંગમંદિર ખાતે સંપન્ન થયુ.
જ્ઞાતિના લોકોની પ્રતિભા સમાજ સમક્ષ બહાર લાવવા અને મંચ પુરૂ પાડવાના હેતુથી આવા કાર્યકમ શ્રી કલ્યાણ લોહાણા મહાજન દર વર્ષે કરતુ આવ્યું છે. આ રંગારંગ કાર્યક્રમ માં નાના બાળકો ઉ.વર્ષ ૭ થી વયસ્કો ઉ.વર્ષ ૭૦ સુધી દરેક કલાકારો એ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી.આ કાર્યક્રમમાં કુલ ૧૮ ગુંથણીઓ અને ૧૩૦ જેટલા કલાકારો એ ભાગ લીધો હતો

આ કાર્યક્રમમાં મુખ્ય સમારંભ પ્રમુખ તરીકે આપણા સૌના લાડીલા LMP મહારાષ્ટ્ર ZONE લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયા સાહેબે ખાસ ઉપસ્થિત રહી આપણા જ્ઞાતિ ના કલાકારો ને પ્રોત્સાહિક કરી ને પોતાનુ યોગદાન આપ્યું હતું.
તેઓએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આગામી કાર્યક્રમ આપણે કોંકણ વિભાગ ના નેજા તળે કરીશું જેથી વધારે મહાજનો ના કલાકારો ને પ્લેટફોર્મ પુરૂં પાડી શકાય. જેને હાજર રહેલા સર્વે લોકો એ તાળીઓથી વધાવ્યું હતુ તેમની સાથે તેમના ધર્મપત્ની શીલ્પાબેન કારીયા , કોંકણ વિભાગ ના સંયોજક શ્રી ભરતભાઈ ચંદન અને સહમંત્રી શ્રી કેયુરભાઇ પોપટ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખશ્રી બિરેનભાઇ ઠક્કરે આ કાર્યક્રમ માં ભાગ લેનાર સર્વે કલાકારો, ગુથણીકારોને સ્મૃતિચિન્હ આપી સરાહના કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં માતુશ્રી શામબાઇ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ સોઢા અને સર્વે ટ્રસ્ટી ગણ અને મહાજનના સર્વે સભ્યો એ હાજરી આપી હતી સમાજના ૬૦૦ પ્રેક્ષકો એ આ કાર્યક્રમ માણ્યો હતો.
કાર્યક્રમ ના અંતે શ્રી કલ્યાણ લોહાણા- મહાજન મંત્રીશ્રી જગદીશભાઇ ખીમાણીએ સૌ મહેમાનો, દાતાઓ,કલાકારો, ગુથણીકારો, પ્રેક્ષકો, આને પ્રોગ્રામ સફળ બનાવનાર દરેક લોકોનો આભાર માન્યો હતો
જય જલારામ જય રઘુવંશ
No Responses