૧૯/૦૧/૨૦૨૪ : સિદ્ધિની સુવર્ણ સાંજ – મહારાષ્ટ્ર ઝોનનો બેસ્ટ ઝોન તરીકે ગૌરવ દિવસ”
એ સાંજે, આપણા હૃદયની ધડકનોને સ્પંદિત કરતા આ શબ્દોની ગૂંજ અંતે સાકાર થઈ: THE BEST ZONE AWARD GOES TO ….. MAHARASHTRA ZONE, આ એ જ ગૌરવમયી ક્ષણ હતી જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા! આ અવિસ્મરણીય પ્રસંગને, શ્રી લોહાણા મહા પરિષદ દ્વારા આયોજિત LIBFના ગાંધીનગર, ધ લીલા હોટેલના અવાર્ડ સમાંરભ ખાતે, જ્યાં દેશ વિદેશથી આવેલા 400 થી વધુ તથા આપણાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણે થી ખાસ આ એવોર્ડ સમારંભ માટે આવેલા ૧૦૦થી પણ વધુ મહાનુભાવોએ સાક્ષીભાવે માણ્યો. આપણા Lmp મહારાષ્ટ્ર ના પ્રિય પ્રમુખ *શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા*ની અથાક મહેનત, પરિશ્રમ, સમાજ સંગઠનની અદમ્ય ભાવના અને અનુપમ લીડરશિપને સલામ, જેના કારણે આપણને આ અદ્વિતીય અવસરના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું.
એવોર્ડ સમારંભમાં આપણા *પારંપારિક વેશભૂષા*નો જાણે મહોત્સવ ઉજવાયો. મહિલાઓએ પટોળા સાડીનો શણગાર અને પુરુષોએ મોદી જેકેટ અને કુર્તાનો ઠાઠ માંડ્યો, જેની ચર્ચા દરેક મુખે હતી.
જ્યારે ધર્મેન્દ્રભાઈ મંચ પર એવોર્ડ લેવા આગળ વધ્યા, ત્યારે સમગ્ર હૉલ તાળીઓના ગડગડાટ અને મહારાષ્ટ્ર ઝોનના જયકારાથી ગુંજી ઉઠ્યું. આ ઉત્સાહનો આવિર્ભાવ એવો હતો કે મંચસ્થ આમંત્રિત મહેમાનો ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી અને બોલીવુડ સ્ટાર શ્રી વિવેક ઓબરોય પણ પ્રશંસા કર્યા વિના ના રહી શક્યા.
પુરુષની પ્રગતિના પથ પર, પરિવાર નો ફાળો અમુલ્ય હોય છે અને તેમાં પણ ખાસ કરીને પત્નીનો સિંહફાળો તો અકલ્પનીય હોય છે. જ્યારે આપણા આદરણીય પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ, તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે એવોર્ડ સ્વીકારવા વ્યાસપીઠ પર પહોંચ્યા ત્યારે તેમની સંગાથે તેમના પત્ની શ્રીમતી શિલ્પાબેન કારિયા અને કનિષ્ઠ બંધુ શ્રી દીપકભાઈ કારિયા* પણ હતા, જેમનો અડીખમ સાથ અને અનન્ય સહયોગ થકીજ ધર્મેન્દ્રભાઈની સફળતા પ્રાપ્તિ શક્ય બની છે.
ફરી એકવાર શ્રી ધર્મેન્દ્રભાઈ ને હાર્દિક અભિનંદન અને આવનારા વર્ષોમાં પણ આવી જ સફળતાઓની શ્રેણી ચાલુ રહે એવી શુભેચ્છાઓ. 🎉
બે દિવસનો આ મહાયજ્ઞ નીચે પ્રમાણે રહ્યો હતો:
– તારીખ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૪ ની રાત્રે બાંદ્રા સ્ટેશન થી ટ્રેન દ્વારા આપણા પ્રિય ધર્મેન્દ્રભાઈ કારિયા સાથેનો ૬૦+ જ્ઞાતિજનોનું કાફ્લો અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. અન્ય મહાજન પ્રતિનિધિઓ પણ વિવિધ માર્ગે અમદાવાદ/ગાંધીનગર ખાતે પહોંચ્યા.
– સવારે, ૧૮ જાન્યુઆરીના દિવસે, અમદાવાદ સ્ટેશને પહોંચ્યા બાદ સ્ટેશનથી હોટેલ સુધીની યાત્રા માટે સ્પેશ્યલ AC બસની સુવિધા અને હોટેલ પહોંચતાજ બ્રન્ચ/ચા -કોફી નાસ્તાનું આયોજન સરસ રીતે કરેલું. બ્રન્ચ નાસ્તા ની સ્વાદિષ્ટ સુંદર વ્યવસ્થા બાદ , રહેવાની દરેકે દરેક માટે AC રુમ વ્યવસ્થા પણ એવી જ સુંદર કરવામાં આવી હતી.
– ત્યાર બાદ, સર્વે સ્વઅનુકૂળતાએ LIBF ઓપનીંગ સેરેમની માટે ગાંધીનગર એગ્ઝીબીશન સેન્ટર ખાતે પહોંચ્યા.
ત્યારબાદ બીજા દિવસે તા. ૧૯ જાન્યુઆરીનો સમી સાંજનો સુવર્ણ પ્રસંગ, જ્યારે સૌ બસમાં હોટેલ ‘ધ લીલા’ તરફ એવોર્ડ ફંક્શન માટે નીકળ્યા. સમારંભ પછી યાદગાર સ્વાદિષ્ટ ભોજન બાદ, સર્વે રાત્રે અમદાવાદ સ્ટેશન માટે પ્રયાણ કરી, મુંબઈ તરફ પુન: પ્રસ્થાન કર્યું.
સમગ્ર યાત્રાનો ભાર ધર્મેન્દ્રભાઈની ટીમના કંડારા પર હતો, અને *શ્રી હર્ષદભાઈ મણીધર, શ્રી કેયુરભાઈ પોપટ, શ્રી ભરતભાઈ ચંદન તથા અન્ય સદસ્યોએ તેમની જવાબદારીઓ અદ્ભુત રીતે નિભાવી હતી. તેમની અથાક મહેનત અને સંગઠન કુશળતાને કારણે આ પ્રવાસ સફળ અને સુચારુ રીતે પૂર્ણ થયો.
આ બે દિવસોની યાત્રાએ આપણને ન માત્ર ગૌરવતાના અનુભવની નવી ઊંચાઇઓ તરફ લઈ ગઈ, પરંતુ આપણા સર્વે ઘટક મહાજનો ના જ્ઞાતિજનોની શ્રી ધર્મેન્દ્રભાઈ પ્રત્યે ની અને એકમેક પ્રત્યેની ની મૈત્રી, સાથ-સહકાર અને સંગઠનની મિશાલ અને દાખલો પુરવાર કર્યો અને શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયાનું આગ્રહી નેતૃત્વ* અને આપણા સમગ્ર સમુદાયનું અમૂલ્ય યોગદાન આ સમારંભને અવિસ્મરણીય બનાવ્યું. આપણે એક સમુદાય તરીકે એકત્ર થઈને ઉજવી શકેલા આ મહાયજ્ઞનું આયોજન અને સફળ સમાપન આપણી સામૂહિક શક્તિ અને સંકલ્પનું પ્રતીક છે.
આ ૨ દિવસ ના ભવ્ય સમારોહમાં પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી ને મહારાષ્ટ્ર ઝોન ના ચારેય રીજનના -કોંકણ, ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર તથા વિદર્ભના -ખૂણે ખૂણેથી ૧૦૦થી પણ વધુ મહાજન પ્રતિનિધિઓ ખભે ખભો મેળવી ઊભા રહ્યા અને આ સમારોહમાં તેમના ઉત્સાહ અને સંકલ્પના ભાવને દર્શાવ્યો હતો.
આ સમાંરભમા Lmp મહારાષ્ટ્ર ઝોન તથા કોંકણ વિભાગના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા ની સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી શિલ્પાબેન કારિયા, તેમના ભાઈ શ્રી દીપકભાઈ કારીયા,Lmp મહા મંત્રીશ્રી ર્ડો.સુરેશભાઈ પોપટ, LMP મુંબઈ ઝોનલ પ્રમુખ શ્રી પિયુષભાઈ ગંઠા, Lmp સહમંત્રી શ્રી નિખીલભાઈ સુબા તથા શ્રી કેતનભાઈ પોપટ, Lmp મહારાષ્ટ્ર ઝોનલ મા. મંત્રી શ્રી હર્ષદભાઈ મણીધર તથા તેમના પત્ની શ્રીમતી આશાબેન મણીધર, શ્રીહાલાઇ લોહાણા મહાજન મુંબઈના ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન ઠક્કર, શ્રીમતિ પ્રજ્ઞાબેન મોરજરીયા તથા અન્ય પદાધિકારી, શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈના મા.મંત્રી શ્રી નીતિનભાઈ પાંધી, શ્રી દિનેશભાઇ ઠકકર તથા અન્ય પદાધિકારી, પ્રખ્યાત ગુજરાતી સમાચાર પત્ર “જન્મભૂમી” ના પત્રકાર શ્રી આશિષભાઈ ભીન્ડે તથા તેમના પત્ની, ફિલ્મ અને ટીવી ક્ષેત્રે ખુબ જ જાણીતા,
ભાકરવડી સીરીયલના મહેન્દ્ર ફેમ, શ્રી પરેશભાઈ ગણાત્રા ,શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગ ના સહ મંત્રી શ્રી કેયુરભાઈ પોપટ તથા તેમના પત્ની શ્રીમતી મમતાબેન પોપટ, સંયોજક શ્રી ભરતભાઈ ચંદન.
કોંકણ વિભાગના મુખ્ય ઘટક મહાજનોમાંથી એક એવા ઉલ્લેખનીય અને સેવા તત્પર , ખોપોલી મહાજનથી પ્રમુખ શ્રી શૈલેશભાઈ વિઠલાણી તથા તેમના પત્ની શ્રીમતિ સરોજબેન અને કોંકણ વિભાગના ટ્રસ્ટી શ્રી અભયભાઈ તન્ના તથા તેમના પત્ની શ્રીમતિ શિલ્પાબેન સહિત ૨૨ થી વધુ મહાજન પ્રતિનિધિઓ ની હાજરી હતી. તે સિવાય શ્રી કલ્યાણ લોહાણા મહાજનના પ્રમુખશ્રી બિરેનભાઈ ઠક્કર ,મા.મંત્રીશ્રી જગદીશભાઈ ખીમાણી, શ્રી કમલભાઈ અડતીયા તથા અન્ય પદાધિકારીઓ .વાશી નવી મુંબઈથી શ્રીમતિ ભાવનાબેન કેસરિયા, અરૂણાબેન કેસરિયા, અનસુયાબેન ચોથાની , મીનાબેન શેઠિયા, આરતીબેન ઠક્કર,ઉરણ મહાજનથી ૭ સભ્યો જેમાં શ્રી ઉમાંકાન્તભાઈ ઠક્કર,શ્રી વિક્રમભાઈ ઠક્કર તથા અન્ય પદાધિકારી, ડોમ્બીવલી મહાજનના પ્રમુખ શ્રી માધવજીભાઈ ઠક્કર, શ્રીમતી જયશ્રીબેન ફૂલબદુઆ, શ્રીમતી રીટાબેન ઠક્કર, શ્રીમતી દિપ્તીબેન પલણ તથા અન્ય મહાજન પ્રતિનિધિઓ, થાણા હાલાઇ લોહાણા ફાઉન્ડેશન પ્રમુખ શ્રી કેતનભાઈ ઠક્કર, શ્રી સનતભાઈ ઠક્કર, તથા શ્રી સુરેશભાઈ ઠક્કર અને તેમના પત્ની, નેરલ મહાજનના પ્રમુખશ્રી સંજયભાઇ માધવાણી તથા મંત્રી શ્રી કમલેશભાઈ ઠક્કર તથા બદલાપુર થી શ્રી વસંતભાઈ ઠક્કર, પનવેલ મહાજનના પ્રમુખ સુજાતાબેન ઠક્કર, ભીવંડી મહાજનના ટ્રસ્ટી શ્રી એડ. પ્રદીપભાઈ રૂઘાણી તેમના પત્ની શ્રીમતિ કિરણબેન,તથા શ્રી સ્મિત રૂઘાણી, રોહા, તળા, નાગોઠણે મહાજન પ્રમુખશ્રી વિજયભાઈ તથા મા.મંત્રી શ્રી દીપભાઈ કાનાબાર તથા અન્ય પ્રતિનિધિઓ મળીને 4 સભ્યો શ્રીવર્ધન, મ્હાસ્લા, બરોલી મહાજનના મા.મંત્રીશ્રી જીતેન્દ્રભાઈ તથા અન્ય પદાધિકારીઓ.
પશ્ચિમ મહારાષ્ટ્ર રીજનથી 10 સભ્યો એ હાજરી આપી જેમાં રીજનલ પ્રમુખશ્રી ધીરુભાઈ રાજા(પુના), શ્રી જલારામ મંદિર -આણંદી-ચોટીલા ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ મદલાણી(પુના), શ્રી પુના લોહાણા મહાજન પ્રમુખ શ્રી સંજયભાઈ પંચમતિયા, મા. મંત્રી શ્રી ધવલભાઈ પરમાણી, મહિલા સમિતિ પ્રમુખ શ્રીમતી ક્રીતીબેન નાગ્રેચા તથા અન્ય મહાજન પદાધિકારીઓ , મરાઠવાડા રીજનથી પ્રમુખશ્રી હેમંતભાઈ ઠક્કર (જાલના) તથા મા.મંત્રી શ્રી યોગેશભાઈ ઠક્કર(જાલના), ઉત્તર મહારાષ્ટ્ર રીજનના પ્રમુખશ્રી જયેશભાઈ ઠક્કર, માલેગાંવ મહાજન પ્રમુખ શ્રી રાજેશભાઈ દત્તાણી તથા અન્ય પદાધિકારી, અમરાવતી થી ૬ સભ્યો જેમાં Lmp વિદર્ભ મહિલા પ્રમુખ શ્રીમતી શીલાબેન પોપટ, વિદર્ભ મહિલા વિભાગ મા.મંત્રી શ્રીમતી શીલાબેન હિન્ડોચા તથા અન્ય પદાધિકારીઓ
આ સિવાય હજુ અનેક ગણમાન્ય અતિથિઓ અને મહાજન પ્રતિનિધિઓની હાજરી હતી જેમણે આ પ્રસંગને વધુ વૈભવી અને સ્મરણીય બનાવ્યો.
આપ સર્વે અતિથિઓ અને પ્રતિનિધિઓનું યોગદાન અને સહકાર આ સમારોહની સફળતામાં મહત્વપૂર્ણ રહ્યું.
ધન્યવાદ 🙏🏻
જય જલારામ જય રઘુવંશ
No Responses