કોંકણ પરિચય ઉત્સવ 2025 નું આયોજન અને કોંકણ વિભાગ ની મિટીંગ નું આયોજન ખોપોલી, જામુલપાડા,પરેલી લોહાણા મહાજન ખાતે

તા.17/08/2025 રોજે શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ-કોંકણ વિભાગ ની મિટીંગ નું આયોજન ખોપોલી, જામુલપાડા,પરેલી લોહાણા મહાજન ના આમંત્રણ ને માન આપી ખોપોલી ખાતે સવારે 11 કલાકે આયોજિત કરવા માં આવી જેમાં 10 ઘટક મહાજનોના 37 પ્રતિનિધિઓની હાજરી રહી હતી.

યજમાન મહાજન પ્રતિનિધિ દ્વારા સંબોધન :

આજે તા. 17/8/2025 ના રોજે ખોપોલી, પરેલી જાંબુલપાડા લોહાણા મહાજન ટ્રસ્ટ, શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોકણ વિભાગ અને સપના ના વાવેતર પરિવાર દ્વારા વૈશ્વિક સમસ્ત લોહાણા સમાજ ના લગ્ન ઉત્સુક યુવક યુવતીઓ માટે જીવનસાથી પરિચય ઉત્સવ 2025 નું આયોજન ખપોલી મહાજન વાડી માં પહેલા માળે કરવા માં આવેલ હોતા પ્રમુખશ્રી શૈલેષભાઇ વિઠલાણી પૂર્ણ પણે સ્વઈછીંક જવાબદારી સહ પ્રથમ માળે વ્યસ્ત રહેતા ટ્રસ્ટીશ્રી અભયભાઈ તન્ના એ પધારેલા સર્વે ઘટક મહાજન પ્રતિનિધિઓ નું સ્વાગત કયુઁ અને સભા ને માહિતી પ્રદાન કરતા જણાવ્યું કે આજના “પરિચય ઉત્સવ 2025” માં દૂર દૂર ના પરાથી અને મહારાષ્ટ્ર ના શહેરો થી લગભગ 500 થી વધુ જ્ઞાતિજનો પધારેલા છે જેમાં લગ્નોત્સુક યુવક યુવતીઓ વડીલો નો ઉત્સાહ અને પ્રતિસાદ ખૂબજ સરસ છે.

શ્રી અભયભાઈ તન્ના એ કોંકન વિભાગ ના મેને.ટ્રસ્ટી અને LMP મહારાષ્ટ્ર ઝોનલ પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા નો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેમનો તન મન અને ધન થી સાથ સહકાર મળી રહ્યો છે. સાથે સાથે Lmp મહારાષ્ટ્ર ઝોન ના મરાઠવાડા રીજન ના પ્રમુખશ્રી હેમંતભાઈ (જાલના) કે જેઓ આજના પ્રસંગે અને કોકણ મિટિંગ ખાસ હાજરી આપી તે બદ્દલ આભાર ની લાગણી વ્યક્ત કરી. સાથે સાથે શ્રી પુના લોહાણા મહાજન ના મહિલા અધ્યક્ષા શ્રીમતિ કૃતિકા બેન નાગ્રેચા, અવનીબેન કુમુટિયા,ભારતીબેન કમાણી, કિંજલબેન ગણાત્રા જેઓ ખાસ પુનાથી પધાર્યા અને મિટિંગ માં હાજરી આપી તે માટે આભાર પ્રદર્શિત કયુઁ.

ગત સમય માં થયેલ અને આગામીકાર્યક્રમોની જાહેરાત

ત્યારબાદ શ્રીમતિ સ્વાતિબેને ગત સમય માં થયેલ અને આગામી સમય દરમ્યાન થનારા મહાજનો ના સમાજલક્ષી કાર્યોની નોંધ રજુ કરી અને આભાર વ્યક્ત કર્યો.

આજની સભા માં કલ્યાણ, પનવેલ, નવી મુંબઈ, ખોપોલી, ઉરણ, ભિંવડી, થાણે, ડોમ્બિવલી, બદલાપૂર ઘટક મહાજન પ્રતિનિધીઓ ની હાજરી ની નોંધ લેવાઈ.

કોંકણ વિભાગ ટ્રસ્ટી મહોદય દ્વારા સભા સંબોધન:

મેને.ટ્રસ્ટી શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા એ પોતાના વિચારો પ્રદર્શિત કરતા જણાવ્યું કે ખોપોલી, કલ્યાણ, થાણા અને અન્ય કોંકન વિભાગ નાં મહાજનો આવા સરસ સમાજલક્ષી કાર્યો કરતા રહે છે અને કોંકણ વિભાગ નું નામ હવૅ પ્રાદેશિક લેવલ પર તો લેવાય છે પરંતુ શ્રી લોહાણા મહાપરિષદ ના દેશ વિદેશ અન્ય ઝોન/રીજીયન માટે પણ એક દાખલા સ્વરૂપે લેવાઈ રહ્યુ છે જે આપણા માટે ગર્વ સાથે ગૌરવ ગણાય અને તે માટે તેઓશ્રી એ સર્વે ઘટક મહાજનો ના મોવડીઓ ને અભિનંદન ની લાગણી વ્યક્ત કરી હતી.

 

 

સભાનું સમાપન

ત્યારબાદ સભા સમાપ્તિ પહેલા ખોપોલી મહાજનના પ્રતિનિધિ શ્રી રસિકભાઈ એ સર્વે ને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા ની વિનંતી કરી અને શ્રીમતી સ્વાતિબેને પધારેલા સર્વે ને પોતાના કિંમતી સમય આપવા માટે અને ખોપોલી, પરેલી, જામુલપાડા લોહાણા મહાજન ટ્રસ્ટ નાં ટ્રસ્ટી મહાનુભાવો અને પ્રમુખશ્રી નો આભાર વ્યક્ત કરી સભા સમાપ્તિ ની જાહેરાત કરી હતી.

 

No Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *