માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના મહારાષ્ટ્ર ઝોનલ રમત ગમત સમિતિ,કોન્કણ મહિલા વિભાગ અને યજમાન મહાજન શ્રી ખપોલી પરલી જાંબુલપાડા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૫-૦૨-૨૨ ના મહિલા અને પુરુષ એક દિવસીય -દિવસ અને રાત્રિ ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન ખપોલીમા પ્રકૃતિના ખોળે વસેલા ઘી કમ્પોલીયન ક્લબના રમણીય પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.
બપોરે 3.30 કલાકે લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી સતિષભાઈ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા શ્રીમતિ રશ્મિબેન અને શ્રી મહારાષ્ટ્ર ઝોનલના પ્રમુખ શ્રી ઘર્મેન્દ્રભાઈ કારિયા હસ્તે ટોસ ઉછાળી સર્વે મહાનુભાવો ની હાજરી માં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .
આ ટુર્નામેન્ટમાં ચાર મહિલા ટીમો અને આઠ યુવક ટીમોના ખેલાડીઓ વચ્ચે મેચ રમાડવામાં આવી હતી .
મેચની વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવા પધારેલા મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી .
વિશેષમાં શ્રી ખપોલી પરલી જાંબુલપાડા લોહાણા મહાજનની હદ વિસ્તારમાં નિવાસ કરતાં બે પરિવારની દિકરીઓ કે જેમણે સી એ ફાઇનલ પરીક્ષા હાલમાં જ ઉત્તિર્ણ કરી છે તે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો તે ગૌરવવંતી પળોને ઉપસ્થિત સર્વ જ્ઞાતિજનોએ ઊભા થઈને તાળીઓના લયબદ્ધ ગડગડાટથી વધાવી લીધી હતી .
યુવાઓ વયસ્કો અને મહિલાઓ માટેની એક દિવસીય ક્રિકેટ મેચ દરમ્યાન નિમ્ન મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ખેલાડીઓને પ્રોત્સાહન તો પુરું પાડ્યું જ હતું…પણ સાથે સાથે આમંત્રિત મહિલાઓની એક મેચ અને પુરુષોની એક મેચ રમી વાતાવરણને સંપુર્ણપણે ક્રિક્રેટમય બનાવી દીધું હતું.
*શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખશ્રી સતિષભાઈ વિઠલાણી ,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ શ્રીમતિ રશ્મિબેન વિઠલાણી, મહારાષ્ટ્ર ઝોનલ પ્રમુખશ્રી ધર્મેન્દ્રભાઈ કરિયા, મા. મંત્રી ડૉ. શ્રી સુરેશભાઈ પોપટ,
મુંબઈ સહ મહારાષ્ટ્ર મહિલા અધ્યક્ષા શ્રીમતી જ્યોતિબેન ઠકકર, એજ્યુકેશન કન્વીનર અને મુંબઈ પશ્ચિમ રીજીયન પ્રમુખશ્રી શ્રી દેવેન્દ્રભાઇ સોમૈયા , યુથ પ્રેસિડેન્ટ શ્રી ચેતન વસાણી,સેન્ટ્રલ મુંબઈ મહિલા અધ્યક્ષા શ્રીમતિ મીનાબેન ઠક્કર, સહ મંત્રી શ્રી નીખિલભાઈ સૂબા, મુંબઈ ઝોનલ પ્રમુખશ્રી પિયુષભાઇ ગંઠા, શ્રી લોહાણા સ્વયંસેવક મંડળના ટ્રસ્ટી શ્રી રવિન્દ્રભાઇ પલણ, શ્રી નેરલ લોહાણા મહાજન થી શ્રી કમલેશભાઈ ઠક્કર અને શ્રી નીખિલભાઈ ગીરીશભાઈ ઠક્કર, થાણા મહાજન થી શ્રી મહેશભાઈ ઠકકર – શ્રી રસિકભાઈ ઠકકર,શ્રી વિનિતભાઈ ઠકકર
શ્રી પનવેલ લોહાણા મહાજન થી મા. મંત્રી શ્રીમતિ સુજાતાબેન, શ્રી ડોમ્બિવલી મહાજનથી શ્રીમતિ જયશ્રીબેન ફુલવધવા અને શ્રીમતિ રીટાબેન ઠકકર,નવી મુંબઈ થી શ્રી વિશાલભાઈ અનાડા,શ્રીમતિ શિલ્પાબેન કારિયા ,શ્રીમતિ ભાવનાબેન, શ્રીમતિ અનસુયાબેન,શ્રીમતિ અરુણાબેન,શ્રીમતી કલ્પનાબેન ખંડેરીયા અને ભારતીબેન પરમાણી,શ્રીમતિ પ્રજ્ઞાબેન મોરઝરીયા વગેરે મહાનુભાવોએ બહોળી સંખ્યામાં હાજર રહી પ્રસંગનું ગૌરવ અને ગરિમા વધારી હતી* તદ્ઉપરાંત ટ્રસ્ટી મહાનુભાવો -ટ્રસ્ટીશ્રી નટવરલાલ દામજી ઠકકર, ટ્રસ્ટીશ્રી કિશોરભાઈ મજેઠીયા,ટ્રસ્ટીશ્રી રાજેશભાઈ અભાણી, ટ્રસ્ટી શ્રીકેતનભાઈ પોપટ,પ્રમુખશ્રી શૈલેષભાઇ વિઠલાણી , ઉ.પ્ર.શ્રી રસિકભાઈ મજેઠીયા,મા. મંત્રી શ્રી અભયભાઈ તન્ના તથા કોષાધ્યક્ષ શ્રી મનીષભાઈ ઠકકર હાજરી રહી હતી.
મોડી રાત્રે ૧૦ વાગે ખોપોલી સ્થિત ગૌશાળાની મુલાકાત લઇ અને ગૌપુજન માં સહભાગી થયા
No Responses