Meeting of Shree Lohana Samaj Trust Konkan Vibhag on 16 July 2022 at Shree Lohana Samaj Dombivali
Trustees / Presidents / Secretary / commitee members/ representatives from Lohana Samaj / Mahajans of Navi Mumbai , Mira Road, Vasai , Virar, Uran, Khopoli pareli jambhulpada , Panvel , Neral , Kalyan , Dombivali and various different locations joined the meeting which hosted by shree Lohana Samaj Dombivali.
શ્રી લોહાણા સમાજ સંગઠન ટ્રસ્ટ કોંકણ વિભાગની એક બેઠક શનિવાર તારીખ 16th જુલાઈ ૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાકે સંગઠન ના ઘટક મહાજન શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ- ડોમ્બીવલી ના સસ્નેહ નિમંત્રણ ને માન આપી ગોઠવવામાં આવી હતી.
# સુમારે 13 મહાજન સંસ્થાઓના 39 પ્રતિનિધિઓ હાજર રહી કાર્યવાહી માં ભાગ લીધો હતો.
# અધ્યક્ષ સ્થાને સંગઠન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયા એ સભાસદો ને આવકાર આપી કાર્યવાહી શરૂ કરવા માનદ્ મંત્રી ને અનુરોધ કર્યો હતો .
# સભા પ્રારંભ શ્રી રઘુવંશી પ્રાર્થના ગાન દ્વારા થઈ અને ખરા સંગઠન ભાવ નો માહોલ નિર્માણ થયો હતો .
# માનદ્ મંત્રી શ્રીમતિ સ્વાતિબેન ઠકકરે પોતાની આગવી શૈલીમાં તમામ સભ્યો ની બેઠક પાસે રૂબરુ જઇ સભ્યોની ઓળખ પરેડ કરાવી જેથી લાઇવ દ્રષ્ય તાદ્શ થયું હતું,,,, અભિનંદન મહા મંત્રી ને👍🏽
# શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજના પ્રમુખ શ્રી માધવજી ઠકકરે સંગઠન ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયા તથા LMP મા. મંત્રી તથા કોંકણ વિભાગ ના ઉપ.પ્રમુખશ્રી ડો. સુરેશભાઈ પોપટ ને હ્રદયાંસુ ચાંપી ગુલાબ ગોટા થી સ્નેહભીનું સ્વાગત કર્યું હતું .
# શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ ના પદાધિકારી ભાઈ- બહેનો એ ઉપસ્થિત અન્ય સર્વ સભાસદોને પુષ્પ અર્પણ કરી હસ્તધૂનન સ્વાગત કર્યું એ દ્રષ્ય થી ભાતૃવત્સલ ભાવ નો માહોલ સર્જાયો હતો .
*#પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયાએ અધ્યક્ષસ્થાને થી શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજના પ્રમુખ શ્રી માધવજીભાઇ ઠકકર તેમજ સર્વ સભાસદોને યજમાન પદ આયોજન માટે અભિનંદન આપી ધન્યવાદ આપ્યાં હતાં અને કોંકણ સંગઠનનની અને માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની વિશેષ પ્રવૃત્તિઑ ની સવિસ્તર માહિતી આપી જેમાં મહાપરિષદ દ્વારા શરૂ થયેલ—
A)ઓનલાઇન Job Portal કે જેમાં આપણા લોહાણાઑ ઉદ્યોગપતિઓ કે પ્રોફેસનલ કંપનીઓમાં લોહાણાઑ કે જેઓને નોકરી ની યોગ્ય જોબ ઇચ્છુક ની જરૂરિયાત સંતોષી શકીને પ્રાધાન્ય મળે તે હેતુ પાર પડી શકે જે માટે દરેકે દરેક મહાજન ના પ્રતિનિધિઓ એ પ્રચાર પ્રસાર કરવો કે જેથી જ્ઞાતિના યોગ્ય વ્યક્તિ ને ફાયદો થાય
B) તેજ પ્રમાણે લગ્નોચ્છુક દેશ વિદેશ યુવક યુવતીઓ માટે પણ ઓનલાઇન લગ્ન સેતુ ની વેબસાઈટ શરૂ કરેલ છે જેનો પણ લાભ જરૂરથી લેવો અને જરૂર પડેતો LMP સંસ્થાના staff મેમ્બર્સ શ્રી વૈભવભાઈ બુદ્ધદેવ અથવા શ્રી હર્ષદ મણીધર નો સંપર્ક કરવા નું જણાવાયુ હતું.અને LMP ની અનેકવિધ પ્રવૃત્તિ ની જાણકારી આપવામાં આવી હતી.
# તદઉપરાંત પ્રમુખ શ્રી એ માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ની પ્રવૃતિઓ ને સમસ્ત મહારાષ્ટ્ર ના વિસ્તારમાં ઘેર ઘેર પહોંચાડવા ના હેતુથી ” અખીલ મહારાષ્ટ્ર લોહાણા સમાજ ” ના મંગલાચરણ ની રૂપરેખા સભામાં રજુ કરી હતી જેમાં તેમણે સાથી સંગાથી કાર્યકર્તા સર્વ શ્રી ડૉ.સુરેશભાઇ પોપટ કોંકણશ્રી સંગઠનના ટ્રસ્ટી ના રૂએ, શ્રી પિયુષભાઈ ગંઠા (મુંબઈ) તથા શ્રી જીતેન્દ્રભાઈ ઠકકર (નાસિક) એ આપેલા સહયોગની પ્રસંશા કરી એથી સભાએ નવરચના ને ઉમળકા સાથે વધાવી ઉમદા પ્રતિસાદ આપ્યો હતો.
*# ઉપસ્થિત મહાજન ના પ્રતિનિધિઓએ સ્થાનિક મહાજનમાં થતી દૈનંદિની પ્રવૃતિઓ અને કાર્યક્રમો ના સવિસ્તર અહેવાલો રજુ કર્યાં હતાં. અને આગામી કોંકણ વિભાગ ના કાર્યક્રમો માં
@—શ્રી કલ્યાણ લોહાણા મહાજન ના મા. મંત્રીશ્રી જગદીશભાઈ ખીમાણીએ જણાવ્યું કે સમૂહ યજ્ઞોપવિત -જનોઈ ધારણ માટે તા.26. 01.2023 ની દિવસ નક્કી છે અને તે માટે ની રજીસ્ટ્રેશનની શરૂઆત કરી દેવા માં આવી છે અને દરેક કોંકણ વિભાગ મહાજનોના પ્રતિનિધિઑ તે માટે નામ નું રજીસ્ટ્રેશન શ્રી જગદીશભાઈ ખીમાણી (m) 93233 06518 ઉપર કરાવી શકે છે.
@—-શ્રી ખોપોલી-જાંબુલપાડા-પરલી મહાજન પ્રમુખશ્રીએ એક દિવસીય પિકનિક -cum- કોંકણ વિભાગના જ્ઞાતિજનો ના કુટુંબીજનો સામુહિક મિલન માટે ખોપોલી ના સુંદર નૈસર્ગીક વાતાવરણ માં પધારવા આમંત્રણ આપ્યું.
@—સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સંગઠનના ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ સોમૈયા એ આગામી એક નોખા સાવ અનોખા આખ્યાન નાટ્ય રૂપ કાર્યક્રમ ગોઠવવાની જાહેરાત કરી સભાસદો માં દિલચસ્પી જગાવી હતી
@—- કોંકણ વિભાગ ની આગામી સભા વસઈ -વિરાર ખાતે યોજવામાં આવે એવી ઈચ્છા પ્રદર્શિત કરી હતી અને વસઈ ખાતે ભાગવત સપ્તાહ 9.03.2023થી 15.03.2023 ના દરમ્યાન આયોજિત થશે તેનો લાભ પણ સર્વે જ્ઞાતિજનો એ લેવો એવી ઈચ્છા સાથે શ્રી મનીષભાઈ એ સહૃદય આમંત્રણ આપ્યું હતું
# સભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજના મહિલા સમિતિ અધ્યક્ષ મહોદયા અને યુવા સમિતિના અધ્યક્ષશ્રી એ સહુ સંગાથે ભોજન પ્રસાદ લેવા- જેમના ” અન્ન ભોજન સાથે તેમના મન મનોભાવ પણ સાથે ” ની રજુઆત સહ વિનંતી કરી હતી .
# યજમાન મહાજન દ્વારા આયોજીત ભોજન સમારંભ માં વાનગી વ્યાજનો ના સ્વાદ કરતાં વધું અલ્હાદક રસાસ્વાદ એમની મીઠી મીઠી લાગણીઓ થી તરબતર આસ્વાદ ની લહેજત માણી હતી .
— જય જલારામ—-
No Responses