Samuha Yagyopavit Samaroh 2023 – Organised by Shree Lohana Samaj Trust Konkan Vibhag & Shree Kalyan Lohana Mahajan – Mukhya Yajman Shri Dharmendrabhai Karia-President LMP Maharashtra Zone on 26th January 2023. Chief Guest Shri Satishbhai Vithalani – Managing Trustee & President Shree Lohana Mahaparishad
Trustees / Presidents / Secretary / commitee members/ representatives of Lohana Samaj / Mahajans of Konkan Region from Navi Mumbai , Mira Road, Vasai , Bhiwandi , Dombivali, Uran, Panvel, Khopoli Pareli Jambhulpada , Ulhasnagar-Ambarnath-Badlapur and various different had locations joined
LMP મહારાષ્ટ્ર ઝોન – કોંકણ રિજન શ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ (સંગઠન) પ્રેરીત શ્રી કલ્યાણ લોહાણા મહાજન અને માતુશ્રી શામબાઇ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ દ્વારા આયોજીત સમુહ યજ્ઞોપવિત સમારોહ ૨૦૨૩ નુ આયોજન ગુરૂવાર તા. ૨૬-૧-૨૦૨૩ (વસંત પંચમીના) ના રોજ માતુશ્રી શામબાઇ લોહાણા મહાજનવાડી કલ્યાણ ખાતે ધામધૂમથી સંપન્ન થયું.
આ સંયુક્ત આયોજન માં મુખ્ય અતિથિ વિશેષ રૂપે આપણી માત્રૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના આપણા સૌના પ્રેરણામૂર્તિ સન્માનનીય શ્રી સતિષભાઈ વીઠલાણી એ ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.
આપણા સૌના લાડીલા સમાજશ્રેષ્ઠી, દાનવીર – શ્રી ધર્મૅન્દ્રભાઇ કારીયા (પ્રમુખ શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોન, ટ્રસ્ટી અને પ્રમુખશ્રી લોહાણા સમાજ ટ્રસ્ટ કોંકણ વિભાગ – સંગઠન,ટ્રસ્ટી શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ ) એ મુખ્ય યજમાન આને સંગઠન ના પ્રમુખ તરીકે બેવડી ભૂમિકા નિભાવી હતી.
કાર્યક્રમ ની શરૂઆત માં મુરબ્બી શ્રી સતિષભાઈ વીઠલાણી , શ્રી ધર્મેન્દ્રભાઈ કારીયા અને શ્રીમતિ શિલ્પાબેન કારીયા ( યુગલ સ્વરૂપ) , શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના ટ્રસ્ટી વડિલ મુરબ્બી શ્રી હિંમતભાઈ સોમૈયા, લો.સ.સં.મા.મંત્રી શ્રીમતી સ્વાતિબેન ઠક્કર , માં શા.લો મ. ટ્રસ્ટ ના પ્ર.શ્રી કિશોરભાઇ સોઢા , શ્રી કલ્યાણ લોહાણા મહાજન પ્રમુખશ્રી બિરેનભાઈ ઠક્કર , શ્રી કલ્યાણ લોહાણા મહાજન માં.મંત્રી શ્રી જગદીશભાઈ ખીમાણી અને અન્ય ધટક મહાજનો ના પદાધિકારીઓ શ્રી લોહાણા સમાજ નવીમુંબઈથી શ્રીતરુણભાઇ કોટક, શ્રી વિજયભાઈ ગણાત્રા અને ટીમ , શ્રી પનવેલ લોહાણા મહાજન પ્રમુખ શ્રીમતી સુજાતાબેન ઠક્કર, મં.ભાવિન ઠક્કર અને ટીમ ,શ્રી ઉરણ લોહાણા મહાજન થી ટ્રસ્ટી શ્રી ચંદ્રકાન્તભાઈ ઠક્કર અને ટીમ , શ્રી ખપોલી પરેલી જામૂલપાડા મહાજન પ્રમુખશ્રી શૈલેષભાઇ વિઠલાણી, શ્રીઅભયભાઇ તન્ના અને ટીમ, , શ્રી ડોમ્બિવલી લોહાણા સમાજ ના પ્રમુખશ્રી માધવજી ભાઇ ઠક્કર, શ્રીમતી જયશ્રીબેન ફુલબદુવા , શ્રીમતી રીટાબેન ઠક્કર , શ્રી પ્રમોદભાઈ પુંજાણી અને ટીમ, શ્રી લોહાણા સમાજ મીરા ભાઈન્દર થી નયનાબેન અને શ્રી મનોજભાઈ વસાણી, શ્રી રઘુકુળ પ્રગતિ મંડળ વસઈના પ્રમુખશ્રી મનીષભાઈ કારીયા અને ટીમ , શ્રી લોહાણા સમાજ ઉલ્હાસનગર અમ્બરનાથ બદલાપૂર થી શ્રી તરુણભાઇ અને શ્રીભરતભાઈ ચંદન, શ્રી સમસ્ત લોહાણા મહાજન ભિંવડી – રઘુવંશી ગ્રુપ ના મમતાબેન પરમાણી, શ્રીસમીતભાઈ રૂઘાણી , શ્રીમતી ચારુલતાબેન બુધ્ધદેવ, શ્રીમતી નીતાબેન મુકેશભાઈ બુધ્ધદેવ , શ્રી કેતનભાઈ ઠક્કર અને ટીમ સાથે દિપ પ્રાગટય કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર અને ગુજરાત ના વિવિધ ગામોના ટોટલ (૨૯) બટુકો એ લાભ લીધો.
માનનીય શ્રી સતિષભાઈ વિઠલાણી એ મહાપરિષદ દ્વારા વિવિધ આયોજનો -યોજનાઓ અંગે જ્ઞાતિ જનો ને સવિસ્તાર માહિતી આપી હતી અને કલ્યાણ લોહાણા મહાજન દ્વારા આ આયોજન ની સરાહના કરી હતી.
મહાજન પ્ર.શ્રી બિરેન ભાઇ ઠક્કરે ઉપસ્થિત મહાનુભાવો નુ સ્વાગત કર્યું હતું.મંત્રી શ્રી જગદીશભાઈ એ પ્ર.શ્રી સતિષભાઈ અને અન્ય મહાનુભાવોને શ્રી કલ્યાણ લોહાણા મહાજન દ્વારા થતા વિવિધ કામોની માહિતી આપી હતી અને દરેક બટુકો ને કુલ (૪૨)ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ પ્રસંગે ૧૦૦૦ થી વધારે જ્ઞાતિજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો પ્રમુખ શ્રી બિરેનભાઈએ કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ મહાનુભાવો નો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન કોંકણ રિજન ( સંગઠન ) ની મીટીંગ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.
–શ્રીકલ્યાણ લોહાણા મહાજન
માં. મંત્રી જગદીશ ખીમાણી 🙏
No Responses