Jay jalaram ! Jay Raghuvansham !!!
Meeting of Shree Lohana Samaj Trust Konkan Vibhag on 23rd April 2023 Hosted by Shree Alibaug Lohana Mahajan at Hotel Waves , Opp Axis Bank Karve Road, Alibaug , Trustees / Presidents / Secretary / commitee members/ representatives of Lohana Samaj / Mahajans of Konkan Region from Alibaug, Navi Mumbai , Thane , Bhiwandi , Dombivali, Kalyan , Panvel, Khopoli Pareli Jambhulpada , Ulhasnagar-Ambarnath-Badlapur and various different had locations joined
કોકણ વિભાગ -અલીબાગ ખાતેની તા.23.04.2023 મિટિંગ અહેવાલ
શ્રી લોહાણા સમાજ(સંગઠન) ટ્રસ્ટ કોંકણ વિભાગની સભા (મીટીંગ) યજમાન શ્રી અલીબાગ લોહાણા મહાજનના આમંત્રણને માન આપીને રવિવાર તા. ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ બપોરે ૧ કલાકે વેવ્સ હોટેલ , પહેલે માળે, કર્વે રોડ, એક્સીસ બેન્કની સામે ,અલીબાગ ખાતે આયોજિત કરવામાં આવી હતી.
બપોરે ૧.૩૦ કલાકે યજમાન મહાજન દ્વારા આયોજીત ભોજન પ્રસાદ નો સહુ એ રસાસ્વાદ માણ્યો હતો, ત્યારબાદ બપોરે ૨.૩૦ કલાકે સભા (મીટીંગ) ગોઠવવામાં આવી હતી.
શ્રી લોહાણા સમાજ સંગઠન-કોંકણ વિભાગના માનદ્ સહમંત્રી શ્રી કેયુરભાઈ ઠક્કરે સભાનું સંચાલન કર્યુ હતુ. સભા પ્રાર્થના થી પ્રારંભ કરવામાં આવી હતી
યજમાન મહાજનશ્રી અલીબાગ લોહાણા મહાજનના પદાધિકારીઑ એ પધારેલા કોંકણ સંગઠનના ટ્રસ્ટી, મહાનુભાવો અને કારોબારી સભ્યોનું પુષ્પગુચ્છો થી અભિવાદન કયુઁ હતું.
સભાનું અધ્યક્ષ સ્થાન પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયા એ સંભાળ્યું હતું. સભામાં ૧૧ મહાજન સંસ્થાઓના -કુલ્લે ૫૫- મહાજન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી કાર્યવાહી માં ભાગ લીધો હતો જેમાં અલીબાગ, નવી મુંબઈ, થાણા, કલ્યાણ, ડોમ્બીવલી, પનવેલ, ભિંવડી , ઉલ્હાસનગર અંબરનાથ બદલાપુર , ખપોલી પરલી જાંબુલપાડા વિભાગ હતાં.
પ્રમુખશ્રી એ સહુને આવકાર આપી પોતાના વક્તવ્યમાં કોંકણ વિભાગના ગત કાર્યકાળ માર્ચ ૨૦૨૩ સુધીની કાર્યવાહી નો અહેવાલ તેમજ ઝોનના વિભાગીય મહાજનોના પ્રમુખ શ્રી અને પ્રતિનિધિઓ ની લીધેલી રૂબરૂ મુલાકાતો નો વિસ્તૃત અહેવાલ સભા સમક્ષ રજુ કર્યો હતો .
પ્રમુખશ્રી એ તમામ ઘટક મહાજનના પ્રતિનિધિઓ ની હાજરી ની ગૌરવ સાથે નોંધ લઇ ઉપસ્થિત સભાસદો ને અભિનંદન આપી સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોનના મંત્રી અને શ્રી લોહાણા સમાજ સંગઠન કોંકણ વિભાગના સક્રિય કાર્યકર શ્રી હર્ષદભાઈ મણિધર, કોંકણ સંગઠન ના માનદ્ મંત્રી શ્રીમતિ સ્વાતિબેન ઠકકર, સહમંત્રી શ્રી કેયુરભાઇ ઠક્કર અને સંયોજક શ્રી ભરતભાઈ ચંદનના નિષ્ઠા પૂર્વક ના હોમ વર્ક અને ડીજીટલ ટેકનોલોજી ના સુમેળથી કાર્યવાહી ની ઉદાહરણીય રજુઆત થી સભાની કાર્યવાહી સુપરફાસ્ટ અને સુપર્બ બની રહી.
શ્રી લોહાણા સમાજ નવી મુંબઈના ટ્રસ્ટી અને શ્રી લોહાણા મહાપરિષદ ના પૂર્વ મા.મંત્રી શ્રી હિંમતભાઈ સોમૈયા એ કોંકણ વિભાગ સંગઠનની અને LMP મહારાષ્ટ્ર ઝોન ની પ્રવૃતિઓ ને બિરદાવી હતી અને કોંકણ વિભાગ ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર ઝોન ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયા ને અભિનંદન આપ્યા હતા
શ્રી લોહાણા સમાજ સંગઠન-કોંકણ વિભાગના ઘટક મહાજન શ્રી અલીબાગ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ભરતભાઈ તન્ના , શ્રી કલ્યાણ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી બિરેનભાઈ ઠક્કર , શ્રી ખોપોલી પારેલી જાંભુલપાડા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી શૈલેષભાઇ વિઠલાણી , શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ ના સહમંત્રી શ્રી વિશાલભાઈ અનાડા દ્વારા પોતાની ઓળખ સાથે મહાજન પ્રતિનિધિત્વ અને મહાજન દ્વારા થયેલા વ આગામી કાર્યક્રમોનો અહેવાલ રજુઆત કરવામાં આવી હતી.
પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ કારીયા સંગઠનના ઘટક મહાજનો ને સ્થાનિક ક્ષેત્રે પ્રવૃતિઓ કરવા જે રીતે પ્રોત્સાહન આપી રહ્યાં છે અને વ્યક્તિગત રીતે સંપર્કો કેળવવા માટે મોટીવેટ કરી રહ્યાં છે એ સંગઠન ટીમ માટે ઉમદા અને અનુકરણીય લીડરશીપ સ્થાપિત કરી રહ્યાં છે એ સરાહનીય છે. એ વાસ્તવિકતાથી એક સત્ય સ્થાપિત થાય છે એ કે ઘટક મહાજનોના રચનાત્મક કાર્યો થી શહેરોના મહાજન કાર્યકરો અને કસબા એટલે કે નાના ગામડા માં ગણ્યાં ગાંઠયા ઘરો ના મહાજનો ના કાર્યકરો એકમેક ના પરિચયમાં આવી સામાજીક સમસ્યાઓ ને સુપેરે સુલટાવી શકે એવી હામ, હૂફ અને હૈયાધારણા મેળવે છે તેમજ સ્થાનિક ક્ષેત્રે જ્ઞાતિ હીતની પ્રવૃતિઓ ના વિકાસ માટે માર્ગદર્શન મેળવે છે એ ફલસ્વરૂપે વિભાગીય સંગઠનોની સફળતા છે.
શ્રી લોહાણા સમાજ સંગઠન ટ્રસ્ટ કોંકણ વિભાગ દ્વારા આયોજીત અલીબાગ સ્થાનકે મળેલી મન પાંચમના મેળાવડા જેવી સંગઠનની સભા મૂલ્યોની દ્રષ્ટિ એ જ્ઞાતિ સંગઠન ભાવના સંદર્ભે ઘણાં સૂચિતાર્થો નિર્દેશ કરે છે .
સભા વિરામ પહેલા સર્વે એ શ્રી અલીબાગ લોહાણા મહાજનના આ સભા આયોજન માટે આભાર સાથે અભિનંદન
ની લાગણી વ્યક્ત કરી હતી.
No Responses