શ્રી કલ્યાણ વિષ્ણુ મંદિર મધ્યે બિરાજમાન સ્વયં પ્રાગટ્ય પ્રભુ શ્રી દ્વારિકાધીશજી ના ૧૨૬ મા પ્રાકટ્ય પાટોત્સવ નિમિત્તે શનિવાર, તારીખ ૧૩/૦૫/૨૦૨૩ ના શુભ દિને, શ્રી લોહાણા મહાપરિષદ મહારાષ્ટ્ર ઝોનના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ કારિયા, મહારાષ્ટ્ર ઝોનના માનદ્ મંત્રી શ્રી હર્ષદભાઈ મણીધર શ્રી કલ્યાણ લોહાણા મહાજન પૂર્વ પ્રમુખ શ્રી જયેશભાઈ કારીયા અને શ્રી ભરતભાઈ ચંદન ની સવિશેષ ઉપસ્થિતિમાં તેઓશ્રીના વરદ્ હસ્તે શ્રી ધ્વજાજી તથા પાદ્ય પૂજન ની વિધિ મુખિયાજી શ્રી જયેશભાઈ મનરાજા ના સાન્નિધ્યમાં કરાવવામાં આવી હતી. શ્રી કલ્યાણ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી બિરેનભાઈ ઠક્કર શ્રી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના તથા માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ સોઢા એ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું
જય જલારામ જય રઘુવંશમ
No Responses